Home ગુજરાત ઉત્તર ગુજરાત કોઈ હોસ્પિટલની સંડોવણી હશે તો તેમને પણ છોડવામાં નહીં આવે : આરોગ્યમંત્રી...

કોઈ હોસ્પિટલની સંડોવણી હશે તો તેમને પણ છોડવામાં નહીં આવે : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

8
0

(જી.એન.એસ) તા૨૮

ભાવનગર,

મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ માં જો ડોક્ટર મળે તો આવતીકાલે જ નિમણુંક કરવી છે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલએ ભાવનગર હોસ્પિટલની મુલાકાત લીધી હતી. 200 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના વિવિધ વિભાગોની અંદર હોસ્પિટલના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ડોક્ટરની અછતને લઈને ઋષિકેશ પટેલએ મહત્વનું નિવેદન આપ્યું છે. ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ માં જો ડોક્ટર મળે તો આવતીકાલે જ નિમણુંક કરવી છે. વધુમાં ઋષિકેશ પટેલ જણાવ્યું હતું કે, હાલ સરકાર દ્વારા ડોક્ટર આવવા તૈયાર હોય તો ઇન્ટરવ્યૂ વિના જ તેમની નિમણૂક આપવા પણ તૈયાર છે. ખ્યાતિ કાંડ લઈને પણ ઋષિકેશ પટેલ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ખ્યાતિ કાંડને લઇ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જો અન્ય કોઈ હોસ્પિટલની સંડોવણી હશે તો તેમને પણ છોડવામાં નહીં આવે તેવી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલોને ચેતવણી આપવામાં આવી છે. ઋષિકેશ પટેલ દ્વારા કેન્સર હોસ્પિટલ મુદ્દે જણાવ્યું હતું કે, હાલ જીસીઆર દ્વારા ગુજરાતની તમામ કેન્સર હોસ્પિટલ માટે સંકલન કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.સર.ટી હોસ્પિટલ ના તમામ વિભાગોમાં મુલાકાત લઈને ભાવનગરમાં આરોગ્યની સુવિધાનું નિરીક્ષણ પણ કર્યું હતું. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઈમ બ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. જેમાં ગાંધીનગર આરોગ્ય વિભાગનો કર્મચારી સકંજામાં આવ્યો છે. તેમાં લાખોની સંખ્યામાં ખોટા આયુષ્યમાન કાર્ડ એપ્રૂવ કર્યા હતા. જેમાં મિલાપ પટેલની ગાંધીનગરમાંથી ધરપકડ કરાઈ છે. તેમજ 10 દિવસ પહેલાં પકડાયેલી ગેંગ સાથે કનેક્શન નીકળ્યું છે. મિલાપ પટેલ 2017થી કોન્ટ્રાક્ટના આધારે કામગીરી કરતો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field