(જી.એન.એસ),તા.૨૭
નવીદિલ્હી,
કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. આ અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધીએ, ગઈકાલ બુધવારે હરિયાણા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં, લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને સલાહ અને માર્ગદર્શન આપ્યુ હતુ. તેમણે કહ્યું કે દરેક આપણા કાર્યકર છે. તે કોઈ ગધેડા નથી. બધા ધોડા છે, બસ નક્કી કરવાનું છે કે લગ્નનો ઘોડો અને ઘોડી કયો છે અને રેસનો ઘોડો કયો છે. લોકસભા ચૂંટણી-2024ના પ્રદર્શને કોંગ્રેસ પક્ષ અને કાર્યકરોમાં ઉત્સાહ ભરી દીધો છે. 2014 અને 2019ની ચૂંટણીમાં જ્યાં કોંગ્રેસ નિષ્ફળ ગઈ હતી તે રાજ્યોમાં પણ પાર્ટીએ 2024ની ચૂંટણીમાં ભાજપને સખત ટક્કર આપી હતી. આમાં હરિયાણા પણ સામેલ છે. ઉત્તર ભારતના આ રાજ્યમાં કોંગ્રેસે 10માંથી 5 બેઠકો જીતી છે. આ સફળતા બાદ કોંગ્રેસે હવે હરિયાણામાં યોજાનારી વિધાનસભાની આગામી ચૂંટણીની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે, ગઈકાલ બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ, હરિયાણા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ સમીક્ષા બેઠકમાં હરિયાણા કોંગ્રેસના નેતાઓએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે વ્હાલા અને દવલાના તેમજ પોતાના અને પારકાને લઈને ગધેડા અને ઘોડા અંગે વાત કરી હતી. હરિયાણા કોંગ્રેસના નેતાઓએ પોતાના કાર્યકરોને ઘોડા અને પારકાઓને ગધેડા ગણાવ્યા. આના પર રાહુલ ગાંધીએ કહ્યું, ‘આપણા તમામ કાર્યકર્તા ઘોડા છે. તે કોઈ ગધેડા નથી. આપણે માત્ર એ નક્કી કરવાનું છે કે લગ્નનો ઘોડો અને ઘોડી કયો છે અને રેસનો ઘોડો કયો છે. બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ભાજપે હરિયાણાના ખેડૂતો અને યુવાનો સાથે દગો કર્યો છે. કોંગ્રેસ પાર્ટીના તમામ નવા ચૂંટાયેલા સાંસદોને ખૂબ ખૂબ અભિનંદન. તેમણે કહ્યું કે, ભાજપના 10 વર્ષના શાસને હરિયાણાનો વિકાસ અટકાવી દીધો છે. સેંકડો ભરતી પરીક્ષાઓમાં ગોટાળા થયા છે, ખેડૂતો પર ભારે અત્યાચારો થયા છે, લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, દલિતો અને પછાત વર્ગો પર અત્યાચાર થયો છે, મહિલાઓ પર અત્યાચાર થયો છે, ગુનાઓ વધ્યા છે. ખડગેએ વધુમાં કહ્યું કે આપણે બધાએ એક થઈને જનતાનો અવાજ ઉઠાવવો પડશે. કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, પૂર્વ કેન્દ્રીય મંત્રી કુમારી સેલજા, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉદય ભાન, હરિયાણાના પ્રદેશ પ્રભારી દીપક બાબરિયા અને અન્ય ઘણા નેતાઓ પાર્ટી મુખ્યાલયમાં આયોજિત બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા. હરિયાણાના પ્રદેશ પ્રભારી, દીપક બાબરિયાએ કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના નેતાઓ રાહુલ ગાંધી અને કેસી વેણુગોપાલે પાર્ટીના હરિયાણા યુનિટના 40 વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી હતી. લોકસભા ચૂંટણી 2024માં હરિયાણામાં કોંગ્રેસનો વોટ શેર વધીને 47.69 ટકા થઈ ગયો. આ માટે રાહુલ ગાંધીએ અમારા વખાણ કર્યા. તેમના કહેવા પ્રમાણે, રાહુલ ગાંધીએ કહ્યું છે કે આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આપણે એક થઈને કામ કરવું પડશે. તાજેતરની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે હરિયાણામાં કુલ 10માંથી પાંચ બેઠકો જીતી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.