Home ગુજરાત કોઈ અજાણ્યા દાતા દ્વારા લાખો રુપિયાનું સોનું અંબાજી મંદિરની દાન પેટીમાં મુકવામાં...

કોઈ અજાણ્યા દાતા દ્વારા લાખો રુપિયાનું સોનું અંબાજી મંદિરની દાન પેટીમાં મુકવામાં આવ્યુ હોય તેની ઘટના સામે આવી

13
0

(જી.એન.એસ) તા. 4

બનાસકાંઠા,

બનાસકાંઠા જિલ્લામાં આવેલા શક્તિપીઠ અંબાજી મંદિરમાં આખું વર્ષ ભારે ધસારો જોવા મળતો હોય છે. ભક્તોના ઘોડાપૂર સાથે અહીં દાનની પણ સરવાણી જોવા મળતી હોય છે. અંબાજી મંદિરમાં લાખો રુપિયાના સોનાનું દાન પણ ભક્તો દ્વારા કરવામાં આવતુ હોય છે. જો કે પહેલી વાર અજાણ્યા દાતા દ્વારા લાખો રુપિયાનું સોનું દાન પેટીમાં મુકવામાં આવ્યુ હોય તેની ઘટના સામે આવી છે.

કોઈ અજાણ્યા શ્રદ્ધાળુએ ‘સુવર્ણ’ ભેટ અર્પણ કરી છે. મંદિરનો ભંડાર ખુલતા અંદરથી સોનાની 10 લગડી મળી આવી છે. એક ભક્તે 100 ગ્રામ વજનની 10 લગડી મંદિરમાં ભેટ ચઢાવી હોવાની ઘટના સામે આવી છે. સોનાની 10 લગડી ચુંદડીમાં બાંધેલી હાલતમાં મળી આવી છે. કુલ એક કિલો વજનની લગડીની કિંમત ₹70 થી ₹75 લાખ રુપિયા હોવાની માહિતી છે.

અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી હાલમાં ચાલુ જ છે. મંદિરને સોને મઢવા શ્રદ્ધાળુઓ દ્વારા સતત સુવર્ણનું દાન કરવામાં આવતુ હોય છે, ત્યારે ફરી એકવાર સોનાના દાનનો આ પ્રવાહ યથાવત જોવા મળી રહ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં ભારે વરસાદથી અતિ પ્રભાવિત ૧૪ જિલ્લાના ૧.૬૯ લાખથી વધુ નાગરીકોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી રૂ. ૮.૦૪ કરોડની કેશડોલ્સ ચૂકવાઈ
Next articleરશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મંગોલિયાની મુલાકાતે પહોંચ્યા