Home અન્ય રાજ્ય કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; સોશિયલ મીડિયા પર કવિતા...

કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; સોશિયલ મીડિયા પર કવિતા પોસ્ટ કરવા બદલ ઇમરાન પ્રતાપગઢી સામે થયેલ એફઆઈઆર થઈ રદ

75
0

(જી.એન.એસ) તા. 28

નવી દિલ્હી,

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાંથી કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢીને એક મોટી રાહત મળી છે જેમાં, સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર કવિતા પોસ્ટ કરવા બદલ તેમની સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરી દીધી છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા પર, સુપ્રીમ કોર્ટે કહ્યું કે કવિતા, કલા અને વ્યંગ જીવનને અર્થપૂર્ણ બનાવે છે. કલા દ્વારા અભિવ્યક્તિની સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે. વિચારોનો આદર કરવો જ જોઇએ.

કોંગ્રેસ સાંસદ ઈમરાન પ્રતાપગઢીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર કવિતા પોસ્ટ કરવા બદલ તેમની સામે નોંધાયેલ એફઆઈઆર રદ કરી દીધી છે. કવિતા સાથે જોડાયેલા આરોપો પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેન્ચે નિર્ણય આપતા કહ્યું કે મૂળભૂત અધિકારોનું રક્ષણ થવું જોઈએ. પોલીસે મૂળભૂત સુરક્ષાનું રક્ષણ કરવું જોઈએ.

સુપ્રીમ કોર્ટે અભિવ્યક્તિની સ્વતંત્રતા પર કહ્યું હતું કે કવિતા, કલા અને વ્યંગ જીવનને અર્થપૂર્ણ બનાવે છે. કલા દ્વારા અભિવ્યક્તિની સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે. વિચારોનો આદર કરવો જ જોઇએ. ઇમરાન પ્રતાપગઢીએ FIR રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ગુજરાત પોલીસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલી કવિતા અંગે ઇમરાન પ્રતાપગઢી વિરુદ્ધ FIR નોંધી હતી.

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું કે બંધારણ મુજબ, અભિવ્યક્તિની સ્વતંત્રતા પર વાજબી નિયંત્રણો લાદી શકાય છે, પરંતુ વાજબી નિયંત્રણો નાગરિકોના અધિકારોને કચડી નાખવા માટે ગેરવાજબી અને કાલ્પનિક ન હોવા જોઈએ. કવિતા, નાટક, સંગીત, વ્યંગ સહિત કલાના વિવિધ સ્વરૂપો માનવ જીવનને વધુ અર્થપૂર્ણ બનાવે છે અને તેના દ્વારા લોકોને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવી જોઈએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field