Home ગુજરાત કોંગ્રેસ પાસે મુદ્દા ન હોવાથી વ્યક્તિગત બાબતોમાં પડે છેઃ જીતુ વાઘાણી

કોંગ્રેસ પાસે મુદ્દા ન હોવાથી વ્યક્તિગત બાબતોમાં પડે છેઃ જીતુ વાઘાણી

521
0

(જી.એન.એસ), તા.૭
વડોદરાઃમુંબઇની પેઢીનો ચેક બાઉન્સ થતાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે ઇશ્યુ થયેલા વોરંટને લઇને રાજકારણ ગરમાયેલુ છે. ત્યારે વડોદરા આવેલા જીતુ વાઘાણીએ કોંગ્રેસે કરેલા તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. અને કોંગ્રેસ પાસે કોઇ મુદ્દો ન હોવાથી વ્યક્તિગત બાબતોને નિશાન બનાવતા હોવાની વાત પણ તેઓએ કરી હતી.
ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તેમની સામે વોરંટ ઇશ્યુ થવા બાબતે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ પાછલા બારણે આ બધી પ્રવૃતીઓ કરે છે, આ મેટર કોર્ટમાં પેન્ડીંગ છે. સત્ય હશે, એ ચોક્કસ બહાર આવશે. આ વાત કોંગ્રેસે એમના લેટર પેડ પર આપેલી છે, મારા ઘરે કોઇ આવ્યુ નથી પત્ર વ્યવહાર થયા નથી. મારે કોંગ્રેસને કહેવુ છે કે, કંઇ થયુ હોય તો તેઓ જાહેર કરે.
વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે, તેમ છતાં આ સમગ્ર વિષય કોર્ટને આધીન છે. અને અમારી ભાગીદારી પેઢીનો આ વિષય છે. પણ કોંગ્રેસ પાસે મુદ્દા ન હોવાને કારણે કોંગ્રેસ આવા ખોટા આક્ષેપો કરીને આ પ્રકારની વ્યક્તિગત બાબતોમાં પડે છે. અને કોર્ટ નક્કી કરશે, સત્ય બહાર આવશે ત્યારે કોંગ્રેસને ખબર પડશે કે, ક્યારેય કોઇ ખોટી વસ્તુ મારી પેઢીએ કરી નથી. મારી ક્યાંય સહી પણ નથી. પણ કોર્ટની બાબત છે એટલે કોર્ટ નક્કી કરશે. પણ કોંગ્રેસે લખ્યુ છે એટલે મારે કહેવુ છે કે, ક્યારે ક્યા મારા ઘરે કોણ આવ્યુ તે કોંગ્રેસ મને કહે.
ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી જય નારાયણ સોસાયટીમાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે શહેરના મેયર ભરત ડાંગર, ધારાસભ્ય, વુડાના ચેરમેન સહિત ભાજપના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
જીતુ વાઘાણીએ વાલ્મિકી વિસ્તારમાં ઘરે ઘરે જઇને ભાજપની પત્રિકાનું વિતરણ કર્યુ હતુ. ત્યારબાદ કાર્યકરો સાથે મુલાકાત પણ કરી હતી. અને ભાજપના સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત હાઇકોર્ટમાંથી બનાવટી દસ્તાવેજોના આધારે જામીન લેવાનું કૌભાંડ ઝડપાયું
Next articleકેશોદના યુવાનની પ્રામાણિકતા, બેંકમાં પરત કર્યા વધારે મળેલા 1.20 લાખ રૂપિયા