Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી કોંગ્રેસ નેતા અરવિંદર સિંહ લવલીએ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

કોંગ્રેસ નેતા અરવિંદર સિંહ લવલીએ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

26
0

(જી.એન.એસ) તા. 28

નવી દિલ્હી,

કોંગ્રેસ માટે ફરી એક્વાર આઘાતજનક સમાચાર આવ્યા છે. દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે પોતાના પદ પરથી ‎રાજીનામું આપી દીધું છે. દિલ્હીમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.

દિલ્હી પ્રદેશ કોંગ્રેસમાંથી જાણવા મળ્યું છે કે, તેઓ ઘણા દિવસોથી રાજ્યની ઓફિસમાં આવતા ન હતા. એક ચર્ચા મુજબ રાજકુમાર ચૌહાણને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ટિકિટ ન મળવાથી તેઓ નારાજ હતા.

લોકસભા ચૂંટણી માટે ટિકિટ વહેંચણીને લઈને દિલ્હી કોંગ્રેસમાં ખુલ્લેઆમ અસંતોષ સામે આવી રહ્યો છે. દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

નોંધનિય છે કે, આ પહેલા કોંગ્રેસ સરકારમાં 15 વર્ષ સુધી મંત્રી રહેલા રાજકુમાર ચૌહાણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે રાજીનામાનું કારણ પ્રદેશ પ્રભારી દીપક બાબરીયાની વર્તણૂક ગણાવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુપ્રીમ કોર્ટે લઘુત્તમ સમર્થન મૂલ્ય (MSP) નક્કી કરવાની માંગ કરતી અરજી પર કેન્દ્ર, પંજાબ અને હરિયાણા સરકારો પાસેથી જવાબ માંગ્યો
Next article‘દસ મિનિટ, દેશ માટે’ ના સૂત્ર સાથે દિવ્યાંગજનોએ ‘મતદાન જાગૃતિ’નો અનોખી રીતે સંદેશો આપ્યો