Home દેશ - NATIONAL કોંગ્રેસની ભારત ન્યાય યાત્રાને મણિપુરમાં પરવાનગી ન મળી

કોંગ્રેસની ભારત ન્યાય યાત્રાને મણિપુરમાં પરવાનગી ન મળી

26
0

કોંગ્રેસે મણિપુર સરકારના આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો

(જી.એન.એસ),તા.૧૦

મણિપુરમાં કોંગ્રેસની ભારત ન્યાય યાત્રાને પરમિશન મળી નથી. એન વીરેન સિંહની સરકારે ઈમ્ફાલના પેલેસ ગ્રાઉન્ડમાં યાત્રાની પરવાનગી આપવાથી ઈનકાર કરી દીધો છે. ત્યારે સૌથી મોટો સવાલ એ જ ઉઠે છે કે રાહુલ ગાંધી હવે આ યાત્રાની શરૂઆત કયાંથી કરશે? કોંગ્રેસે મણિપુર સરકારના આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. જણાવી દઈએ કે 14 જાન્યુઆરીથી રાહુલ ગાંધીની આ યાત્રા શરૂ થવાની હતી.

મણિપુર સરકાર દ્વારા પરમિશન ના આપવા પર કેસી વેણુગોપાલે કહ્યું કે મણિપુર સરકારનો આ નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે. મણિપુર કોંગ્રેસ અધ્યક્ષે એક અઠવાડિયા પહેલા મુખ્ય સચિવની સામે પરમિશન માટે લેટર આપ્યો હતો. તેમને કહ્યું હતું 5 દિવસમાં નિર્ણય લેશે અને 3 દિવસ પહેલા ત્યાંના કોંગ્રેસ અધ્યક્ષના મેઘનાચંદ્ર પોતે તેમને મળવા ગયા હતા પણ આજે અમને જાણકારી મળી કે પેલેસ ગ્રાઉન્ડ ઈમ્ફાલમાં પરમિશન રદ કરી દીધી છે.

તેમને કહ્યું કે આજે બુધવારે સવારે મુખ્યપ્રધાન એન બિરેન સિંહને મળવા ગયા અને તેમને નિવેદન કર્યુ પણ તેમને ના પાડી દીધી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે મેં મણિપુર, અસમ અને નાગાલેન્ડનો પ્રવાસ કર્યો અને હું કહી શકુ છુ કે ત્યાં યાત્રાને લઈ એક લહેર છે. આ રાજકીય યાત્રા નથી. લોકો યાત્રાની સફળતા માટે ઉભા થયા છે, તે ખુબ જ સફળ થશે. અમે મણિપુરથી જ શરૂ કરીશું, અમે બીજી જગ્યા બતાવી છે, મૌખિક રીતે ત્યાંના મુખ્યપ્રધાને સહમતિ આપી દીધી છે.

તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી મણિપુરથી મુંબઈ સુધી યાત્રા કાઢવા જઈ રહ્યા છે. રાહુલ ગાંધી 14 રાજ્યના 85 જિલ્લામાં થઈ લગભગ 6200 કિલોમીટરની યાત્રા 67 દિવસમાં પુરી કરશે. આ યાત્રા મણિપુર, નાગાલેન્ડ, અસમ, મેઘાલય, બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાતમાંથી પસાર થઈને મહારાષ્ટ્ર પહોંચશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field