Home ગુજરાત કોંગ્રેસના નેતા નારાયણ રાણેની અમિત શાહ સાથે અમદાવાદમાં મુલાકાત, ફડણવીસ બન્યા મધ્યસ્થતિ

કોંગ્રેસના નેતા નારાયણ રાણેની અમિત શાહ સાથે અમદાવાદમાં મુલાકાત, ફડણવીસ બન્યા મધ્યસ્થતિ

375
0

જી.એન.એસ, તા.૧૩
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ગઇકાલે સાંજે ભાજપાના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને મળવા માટે અમદાવાદ આવ્યા હતા. આ મુલાકાત દરમ્યાન કૉંગ્રેસના નેતા નારાયણ રાણે પણ હાજર રહ્યાં હતા. ભાજપા પ્રમુખ સાથેની મુલાકાત બાદ નારાયણ રાણેને લઇને અનેક અટકળો વહેતી થઇ છે અને રાષ્ટ્રીય સ્તરે રાજકારણમાં ગરમાયું છે.
નોંધનીય છે કે કૉંગ્રેસના કદાવર નેતા ગણાતા રાણેના પુત્ર નિલેશે કૉંગ્રેસના મહાસચિવ પદેથી રાજીનામું આપી દીધું છે. ત્યારે જ અનેક તર્ક-વિતર્કો વહેતાં થયા હતા. નારાયણ રાણે અગાઉ શિવસેનામાં હતા અને ભાજપમાં આવવા માટે બેઠક થઇ હોવાનું કહેવાય છે. અમિત શાહ અને ફડણવીસ વચ્ચેની આ બેઠકમાં મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય સ્થિતિ, મહારાષ્ટ્રમાં એનસીપી અને શિવસેના સાથેના સંબંધો સહિતના મુદ્દે ચર્ચા થઇ હોવાનું કહેવાય છે.
સુત્રોનું કહેવું છે કે, અમિત શાહ અને ફડણવીસ વચ્ચેની મુલાકાત નક્કી હતી પરંતુ પૌત્રીના જન્મને કારણે તમામ કાર્યક્રમો અને મુલાકાતો પડતી મુકીને અમદાવાદ પહોંચી ગયા. તેના લીધે પહેલાંથી જ નક્કી એવી આ બેઠક માટે ગઈકાલે મોડી સાંજે ફડણવીસ અને રાણે મુંબઇથી ખાસ વિમાનમાં અમદાવાદ આવી પહોંચ્યા હતા. અત્યંત ગુપ્ત એવી આ મુલાકાત અંગે ગુજરાત સરકારના પ્રોટોકોલ વિભાગને પણ જાણ નહોતી તેવું કહેવાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતઃ કાપલી ચેકિંગ માટે પ્રોફેસરે સ્ટુડન્ટના પેન્ટમાં નાખ્યો હાથ, હોબાળો
Next articleપાકમાં હિન્દુઓને રાહત, હિન્દુ લગ્ન ધારો અમલમાં