(જી.એન.એસ) તા. 21
અમદાવાદ/જુનાગઢ,
ઉનાળો ચાલુ થતાંની સાથેજ કેરી માટે લોકો ના મનમાં આતુરતા થવા લાગે છે, આ વર્ષે કેરી નું માર્કેટમાં આગમન તો થઈ ગયું છે પરંતુ માવઠા અને ખરાબ વાતાવરણ ના કારણે કેરીના ભાવમાં વધારો જોવા મળ્યો છે, કેસર કેરીના સ્વાદ રસીકો કેરીનો સ્વાદ ચાખવા માટે તલ પાપડ બન્યા છે ત્યારે હાલમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ભાવ પ્રમાણે તો એક બોક્સ કેરીના 1,500થી 2,000 સુધીના ભાવ નોંધાઈ રહ્યા છે. પરંતુ તે જ કેરી જ્યારે બજારમાં વહેંચાવવા જાય છે, ત્યારે આ બોક્સના ભાવ 2,500થી 3,000 રૂપિયા સુધી બોલી રહ્યા છે. એટલે હાલમાં હજી કેરીની આવક ઓછી છે, તેથી ભાવ ખૂબ વધારે નોંધાઈ રહ્યા છે.
જુનાગઢ એ.પી.એમ.સી ની વાત કરીએ તો 2 એપ્રિલથી 20 એપ્રિલ સુધીમાં કેરીની આવક 3,556 ક્વિન્ટલ નોંધાઈ હતી. કેસર કેરીની અને અન્ય કેરીની સૌથી વધુ આવક 18 એપ્રિલના રોજ 1,883 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી, ત્યારે કેરીનો પ્રતિ મણનો ભાવ 2,600 રૂપિયા નોંધાયો હતો. કેસર કેરીની અને અન્ય કેરીની સરેરાશ આવક 100થી 500 ક્વિન્ટલ તેની પહેલાં નોંધાતી હતી. પરંતુ 18 એપ્રિલે કેરીનો 1,883 ક્વિન્ટલ નોંધાઈ હતી. આ સાથે 9 એપ્રિલે સૌથી ઊંચો ભાવ નોંધાયો હતો. 9 એપ્રિલે એક ક્વિન્ટલ કેરીના 4,000 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. આ સાથે 8 એપ્રિલે 3,600 રૂપિયા અને 12 એપ્રિલે 3,800 રૂપિયા ભાવ નોંધાયા હતા.
રાજ્યના બીજા અલગ – અલગ માર્કેટિંગ યાર્ડમાં પણ જુનાગઢ ગીર, તાલાલા ની કેસર કેરી ની સાથે વલસાડની કેસર કેરી અને રત્નાગીરી કેરીની આવક નોંધાઈ રહી છે. આ વખતે કેસર કેરીની આવક 20થી 25 દિવસ મોડી હોવાનું માર્કેટિંગ યાર્ડના મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું હતું. આગામી 4થી 5 દિવસમાં આ કેસર કેરીની આવક વધશે તેથી તેના ભાવ પણ ઘટશે તેવું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.