Home દુનિયા - WORLD કેલિફોર્નિયા રાજ્ય સરકારના એક વિભાગે હિંદુઓને લઈને મહત્વપૂર્ણ ટિપ્પણી કરી

કેલિફોર્નિયા રાજ્ય સરકારના એક વિભાગે હિંદુઓને લઈને મહત્વપૂર્ણ ટિપ્પણી કરી

58
0

(જી.એન.એસ),તા.૦૭

કેલિફોર્નિયા અમેરિકાનું એક રાજ્ય છે. આ રાજ્ય સરકારના એક વિભાગે હિંદુઓને લઈને મહત્વની ટિપ્પણી કરી છે. યુએસ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે જાતિ હિન્દુ ધર્મનો આવશ્યક ભાગ નથી. ઉપરાંત, કેલિફોર્નિયાના નાગરિક અધિકાર વિભાગ દ્વારા જાતિ આધારિત ભેદભાવને પણ હિંદુ ધર્મનો એક ભાગ ગણવામાં આવ્યો નથી. યુએસ ડિપાર્ટમેન્ટે વર્ષ 2020માં આ કેસ નોંધ્યો હતો, જેમાં હવે સુધારો કરવામાં આવ્યો છે. ત્યારે સિલિકોન વેલીની એક મોટી ટેક કંપની પર ભેદભાવનો આરોપ લાગ્યો હતો.   

કંપનીનું નામ Cisco Systems છે જેના પર જાતિ ભેદભાવનો આરોપ હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકાના કેલિફોર્નિયા નાગરિક અધિકાર વિભાગે ગયા વર્ષે ડિસેમ્બરમાં આ ફરિયાદમાં સુધારો કર્યો હતો. આને અમેરિકન હિંદુઓની જીત તરીકે જોવામાં આવી રહી છે કારણ કે અગાઉ દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં જાતિ અને જાતિના ભેદભાવને હિંદુ ધર્મ અને તેના ઉપદેશોના આવશ્યક ભાગ તરીકે વર્ણવવામાં આવ્યા હતા. અમેરિકન સંસ્થા HF એટલે કે હિન્દુ અમેરિકન ફાઉન્ડેશનના મેનેજિંગ ડિરેક્ટર સમીર કાલરાએ કહ્યું છે કે કેલિફોર્નિયાના આ નિર્ણયથી હિંદુ અમેરિકનોના અધિકારોનું રક્ષણ થયું છે.   

HAF માને છે કે કેલિફોર્નિયાના નાગરિક અધિકાર વિભાગને હિંદુ અને હિંદુ ધર્મની વ્યાખ્યા કરવાનો કોઈ બંધારણીય અધિકાર નથી. જો કે, એચએએફને હજુ પણ આ બાબતે યુએસ રાજ્ય સરકારના વિભાગની ઘણી બાબતોમાં સમસ્યા છે. જેમાંથી સૌથી મહત્વની બાબત એ છે કે કેલિફોર્નિયા વિભાગ દક્ષિણ એશિયાના લોકો વિશેના ઘણા ખોટા દાવાઓના આધારે કેસ ચલાવી રહ્યું છે. HAF દાવો કરે છે કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ સમજે છે કે ભારતમાં જાતિ ભેદભાવ લોકોની ચામડીના રંગના આધારે કરવામાં આવે છે. હિંદુ અમેરિકન ફાઉન્ડેશને તેને અમેરિકન જાતિવાદ સાથે જોડવાનો પ્રયાસ ગણાવ્યો છે અને તેના આધારે કેલિફોર્નિયા વિભાગનો વિરોધ કર્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસાઉદી અરેબિયાએ ઈઝરાયેલને ચેતવણી આપી
Next articleએશા દેઓલે લગ્નના 12 વર્ષ બાદ પોતાના સંબંધોનો અંત લાવ્યો, અલગ થવાની જાહેરાત કરી