(જી.એન.એસ) તા. 1
નેવાર્ક,
અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલ નેવાર્કમાં એક ગુજરાતીના જ્વેલરીનાં શો-રૂમમાં એક મોટી લૂંટની ઘટના બની હતી જેમાં નેવાર્ક પોલીસ દ્વારા જણાવ્યા અનુસાર તા. 29 મે એટલે કે ગુરૂવારનાં રોજ બપોરે 12.56 કલાકે ન્યૂપારક મોલ રોડ પર આવેલ ભીંડી જ્વેલર્સમાં લૂંટ થઈ હોવાની માહિતી મળી હતી. આ લૂંટમાં ચાર અલગ અલગ ગાડીઓમાં એક ડઝનથી પણ વધુ લોકો આવ્યા હોવાની માહીતી મળી રહી છે. તેમજ જ્વેલર્સમાં ઘૂસ્યા બાદ જ્વેલર્સમાં તોડ ફોડ કરવામાં આવી હતી. પોલીસનાં જણાવ્યા અનુસાર લૂંટારૂઓનાં હાથમાં જે આવ્યું તે ઉઠાવી ફરાર થઈ ગયા હતા. પોલીસ દ્વારા આ સમગ્ર બાબતે તપાસ હાથ ધરતા પોલીસને સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા હતા.
આ શો-રૂમમાં ડાયમંડની જ્વેલરીની કિંમત હજારો ડોલરની હતી. લૂંટારૂઓ દ્વારા જે સોના-ચાંદીનાં દાગીનાની લૂંટ ચલાવવામાં આવી છે તેનો આંકડો ડોલરમાં પણ પહોંચી જાય તેવી શક્યતાઓ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લૂંટમાં વપરાયેલી બંને ગાડીઓ ચોરીની હોવાનું પોલીસ દ્વારા હાથ ધરેલ તપાસમાં જાણવા મળ્યું છે. ત્યારે લૂંટારૂઓ બીજી જે અન્ય કારમાં આવ્યા હતા તે કારની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરી છે. લૂંટની આ ઘટનામાં હજુ સુધી પોલીસ દ્વારા કોઈની ધરપકડ કરવામાં આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ લૂંટની ઘટના અંગે મળતી માહિતી મુજબ શોરૂમમાં એન્ટ્રી કરવા માટે બે કાચનાં દરવાજા હતા. ગ્રાહક આવે તે બાદ જ તે દરવાજા ખોલવામાં આવતા હતા. ત્યારે નેવાર્ક પોલીસનાં કેપ્ટન જોલી માકિસનાં જણાવ્ય મુજબ લૂંટારૂઓએ હથિયારો દ્વારા કાચનાં દરવાજા તોડી નાંખ્યા હતા અને જ્વેલર્સનો સ્ટાફ કંઈ કરે તે પહેલા જ 12 થી 15 જેટલા લૂંટારૂઓએ જ્વેલર્સનાં શો-રૂમમાં તોડફોડ શરૂ કરી દીધી હતી અને શો-રૂમમાં પડેલ જે દાગીનાં હાથમાં આવ્યા તે લઈ ફરાર થઈ ગયા હતા. તેમજ તમામ લૂંટારૂઓએ હાથમાં મોજા તેમજ મોં પર માસ્ક પહેર્યું હતું. જેથી તેઓની ઓળખ ન થઈ શકે અને ગણતરીની મિનિટોમાં તેઓ લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ લૂંટમાં કેટલીક મહિલાઓ પણ હોવાની પોલીસને માહિતી મળી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.