(GNS),30
કેરળમાં થયેલા સિરિયલ બ્લાસ્ટની ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ ઘટનામાં અત્યાર સુધીમા 3 લોકોના મોત થયા છે તો 45 જેટલા લોકો ઘાયલ પણ છે. ઘટનાના પગલે મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને તમામ રાજકીય પક્ષની બેઠક બોલાવી છે. જમાવવું રહ્યું કે ઘટનાની તપાસ એનઆઈએ દ્વારા ચલાવવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓને પ્રાથમિક તપાસના ધોરણે જ ઘટનામાં આતંકવાદી તત્વોનો હાથ હોવાનો શક છે. કોચી બ્લાસ્ટની ઘટનામાં જવાબદાર ડોમિનિક માર્ટિને એ નથી જણાવ્યું કે તેને જે આઈડી કે વિસ્ફોટકો મળ્યા છે તે ક્યાંથી મળ્યા છે તેને લઈને કોઈ પણ પ્રકારની માહિકિ નથી આપી અને તપાસ એજન્સીઓ માટે એ જાણવું જરૂરી બન્યું છે…
બ્લાસ્ટની ઘટનામાં એક સંદિગ્ધ ભુરા કલરની બેલેનો કારની પણ તપાસ ચાલી રહી છે. તપાસ એજન્સીઓ દ્વારા 70 કરતા વધારે સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી કે જેમાં આ ભુરા કલરની કાર દેખાી રહી છે અને તેની ભૂમિકા શંકાસ્પદ જેવી દેખાતી હતી જેને લઈને તેની શોધ શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રીય માહિતિ મુજબ બ્લાસ્ટના થોડાક ક્ષણ પહેલા જ આ કાર પાર્કીગની અંદર ગઈ હતી. તપાસ એજન્સીઓને લાગી રહ્યું છે કે બ્લાસ્ટના આરોપીઓ આ કારમાં ફરાર થઈ ગયા હોવા જોઈએ. બ્લાસ્ટની ઘટનામાં જેમજેમ તપાસ આગળ વધી રહી છે તેમતેમ તપાસ એજન્સીઓને પુરાવા પણ મળવા લાગ્યા છે. જે ભુરા કલરની કારની વાત કરવામાં આવી રહી છે તેના પરનો નંબર ખોટો હોવાનું સામે આવ્યું છે. એનઆઈએ એ પણ તપાસ ચલાવી રહી છે કે ડોમિનિક માર્ટિન વિસ્ફોટકો ક્યાંથી લાવ્યો છે અને બોમ્બ બનાવવાનું પણ ક્યાંથી શિખ્યો છે ? આ બધા સવાલોના જવાબ મેળવવાના બાકી છે…
બીજી બાજુ બ્લાસ્ટના ટાઈમિંગને લઈને પણ ઘણી બધી દિશામા સવાલ ઉઠી રહ્યા છે અને તપાસ તે દિશામાં પણ ચાલી રહી છે કે શુક્રવારના દિવસે જ પેલેસ્ટાઈનની તરફેણમાં એક રેલીનું આયોજન પણ કેરળમાં કરવામાં આવ્યું હતું. કન્વેન્શન સેન્ટરમાં જે તે સમયે છરાવો પસાર કરવામાં આવ્યા તે પણ આ બ્લાસ્ટ પાછળ કારણભૂત બની શક્યા હોઈ શકે. એ પણ જમાવવું રહ્યું કે પીએફઆઈ પર પણ શંકા મજબૂત છે કેમકે કેરળ તેનો ગઢ છે અને ભારત સરકાર દ્વારા સતત તેની વિરૂદ્ધ પ્રતિબંધની કામગીરી ચલાવીને કાર્યવાહી કરતી આવી છે જેથી બની શકે કે આ સંગઠન કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યું હોઈ શકે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.