ધો.5માં ભણતી બાળકી બારીમાંથી ઊછળીને બહાર આવી ગઈ, બસ નીચે કચડાઈ
(જી.એન.એસ),તા.02
તિરુવનંતપુરમ (કેરળ)
કેરળના કન્નુરમાં બુધવારે સાંજે એક સ્કૂલબસ પલટી જતાં એક વિદ્યાર્થિનીનું મોત થયું હતું. જ્યારે 14 બાળકો ઘાયલ થયાં છે. આ બસ કુરુમાથુર ચિન્મય સ્કૂલની હતી. તે બાળકોને સ્કૂલેથી ઘરે લઈ જતી હતી. બ્રિજ પરથી ઊતરતી વખતે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બસ ઝડપથી ઢાળ નીચે ઊતરવા લાગી. આ દરમિયાન તે એક થાંભલા સાથે અથડાઈ અને બે વાર પલટી ગઈ હતી. આ સમગ્ર ઘટના નજીકના ઘરમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે બસ ઢાળ પરથી ઊતરે છે. તે પોતાનું બેલેન્સ ગુમાવે છે. બસ ડાબી તરફ વળવા લાગે છે. રસ્તાના સાઈડમાં એક થાંભલો હતો. બસ એક થાંભલા સાથે અથડાઈ અને પલટી ગઈ. બસમાં આંચકો લાગવાને કારણે એક વિદ્યાર્થિની બારીમાંથી ઉછળીને બહાર આવી ગઈ હતી અને બસ તેના પર ફરી વળી હતી. વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. વિદ્યાર્થિનીની ઓળખ નેધ્યા તરીકે કરવામાં આવી છે, જે ધોરણ 5માં અભ્યાસ કરે છે. અકસ્માત બાદ સ્કૂલતંત્ર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. પોલીસે બસ ડ્રાઇવર સામે કલમ 281 (બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ), 125 (A) (જીવનને જોખમમાં મૂકવું), અને 106 (1) (બેદરકારીથી મૃત્યુનું કારણ) હેઠળ કેસ નોંધ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.