(જી.એન.એસ),તા.૧૨
કેરળ
કેરલના કન્નૂર જિલ્લાના પય્યાનુરમાં આરએસએસ કાર્યાલય પર બોમ્બ ફેંકવામાં આવ્યો છે. પય્યાનુર પોલીસના મતે આ ઘટના આજે સવાર બની હતી. બોમ્બના હુમલાથી ઇમારતના કાચ તૂટી ગયા છે. પય્યાનુરમાં આરએસએસ કાર્યાલય પર હુમલાની આ પ્રથમ ઘટના નથી. પય્યાનૂરમાં આ પહેલા ૨૦૧૭માં જુલાઇમાં આરએસએસ કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી હતી અને આગ લગાડવામાં આવી હતી. ત્યારે માકપા કાર્યકર્તાઓ પર આ ઘટનાને અંજામ આપવાનો આરોપ લાગ્યો હતો. સ્થાનીય પોલીસ સ્ટેશન આરએસએસ કાર્યાલયની ઘણું નજીક છે છતા આ ઘટના સામે આવી છે. બોમ્બ હુમલામાં કોઇ હતાહત થવાની સૂચના નથી. ભાજપા નેતા ટોપ વડક્કને એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં આ પ્રકારના હુમલાને રોકવામાં નિષ્ફળતા માટે રાજ્ય પ્રશાસનને જવાબદાર ગણાવ્યા છે. ટોમ વડક્કને કહ્યું કે આ ચોંકાવનારું અને દુર્ભાગ્યપૂર્ણ છે કે કેરલમાં કાનૂન વ્યવસ્થાની સ્થિતિ સામાજિક સંગઠનો પર બોમ્બ ફેંકવાના સ્તર સુધી બગડી ગઇ છે અને આ સભ્ય સમાજમાં સ્વીકાર્ય નથી. આ પહેલા પણ સામાજિક કાર્યામાં સામેલ આરએસએસ કાર્યકર્તાઓ પર હુમલા થયા છે. આ પ્રકારની કાનૂન વ્યવસ્થાની સ્થિતિથી જલ્દી નિપટવું પડશે. આ માટે પોલીસ અને રાજ્ય પ્રશાસન જવાબદાર છે. કેરલના લોકો આ પ્રકારની ઘટનાઓને બર્દાશ્ત કરશે નહીં. ભાજપા નેતા વડક્કને કહ્યું કે પોલીસની મિલીભગત ઘણી ખતરનાક છે. આવા ઉદાહરણ છે જ્યાં પોલીસ સ્ટેશન ૧૦૦ મીટર દૂર છે અને છતા કશું થતું નથી. કન્નૂર જેવા સંવેદનશીલ જિલ્લામાં સત્તાધારી માકપાથી વિપરિત વિચારધારા વાળા સંગઠનોના કાર્યલયોને વિશેષ રુપથી સુરક્ષા મળવી જાેઈએ. આમ કરવામાં આવ્યું નછી તેનો મતલબ ફક્ત લાપરવાહી નથી પણ મિલીભગત છે. આ પહેલા ૨૪ જૂનના રોજ રાહુલ ગાંધીના વાયનાડ સંસદીય કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી હતી. કોંગ્રેસના કેરળ એકમે સ્ટૂડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એસએફઆઈ)ના કાર્યકર્તાઓ પર તોડફોડનો આરોપ લગાવ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.