Home મનોરંજન કેબીસી-૧૪માં સ્પર્ધકને હવે કાર પણ મળશે

કેબીસી-૧૪માં સ્પર્ધકને હવે કાર પણ મળશે

45
0

(જી.એન.એસ),તા.૧૦
મુંબઈ
અમિતાભ બચ્ચનનો ફેમસ ગેમ શો કૌન બનેગા કરોડપતિ ૧૪ એક વખત ફરીથી ઓડિયન્સને એન્ટરટેન કરવા માટે તૈયાર છે, પરંતુ આ વખતે આ સિઝનમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે, જેના વિશે શોના હોસ્ટ અમિતાભ બચ્ચનને અગાઉના એપિસોડમાં જણાવ્યું હતું. શોમાં આ વખતે પૈસાની સાથે ગિફ્ટમાં નવી કાર પણ મળશે. બિગ બીએ શોના બદલાયેલા ફોર્મેટ વિશે જણાવતા કહ્યું, આ વખતે જે કન્ટેસ્ટન્ટ્સ એક કરોડની પ્રાઈઝ મની જીતશે, તો તેમને તેની સાથે એક કાર પણ મળશે. સાડા સાત કરોડ જીતનાર કન્ટેસ્ટન્ટને પણ એક નવી કાર મળશે. જાે કે ૧ કરોડ અને ૭.૫ કરોડની પ્રાઈઝ મની જીતનાર કન્ટેસ્ટન્ટ્સને જે ગાડી મળશે જે અલગ વેરિઅન્ટ અને વર્ઝનની હશે. અત્યાર સુધીની સિઝનમાં કરોડપતિ વિનર્સને માત્ર ઈનામની રકમ જ મળતી હતી. શોમાં આ વખતે પ્રાઈઝ મનીની સાથે ગિફ્ટ આપવાનો નિયમ જાેડવામાં આવ્યો છે, તેમજ એક લાઈફલાઈન ‘આસ્ક ધ એક્સપર્ટ’ હટાવી દેવામાં આવી છે. કેબીસી ૧૪માં હવે માત્ર ત્રણ લાઈફલાઈન જ છે. શોના લોન્ચ સમયે જ તેમાં ત્રણ લાઈફલાઈન હતી, ચોથી લાઈફલાઈન ‘આસ્ક ધ એક્સપર્ટ’ શોની ચોથી સિઝનમાં જાેડવામાં આવી હતી. દ્ભમ્ઝ્રની ૧૪મી સિઝન ૭ ઓગસ્ટથી ઓન એર થઈ ચૂકી છે. ૨૦૧૩માં ૭મી સિઝન પછી શોની વિનિંગ પ્રાઈઝ ૭ કરોડ રૂપિયા હતી. જાે કે, આ વખતે પ્રાઈઝ મની ૭ કરોડ રૂપિયા વધારીને ૭.૫ કરોડ રૂપિયા કરવામાં આવી છે. એટલું જ નહીં આઝાદીના ૭૫ વર્ષ પૂરા થવા પર ગેમ શોમાં એક નવો પડાવ પણ સામેલ કરવામાં આવ્યો છે. તાજેતરમાં શોના મેકર્સે તેનો પ્રોમો શેર કરી આ વાતની જાણકારી ફેન્સની સાથે શેર કરી છે. તે સિવાય જે દર્શકો ઘરેબેઠા જાેઈ રહ્યા છે તેમના માટે દર શુક્રવારે ‘પ્લે અલોન્ગ’નો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે.

Previous articleકંગના રનૌતને ડેન્ગ્યુ થયો હોવા છતાં શૂટિંગમાં વ્યસ્ત
Next article‘લાઈગર’ ને લઈને સુપર એક્સાઈટેડ વિજય દેવરકોન્ડા