Home દુનિયા - WORLD કેન્યા એરવેઝની ફ્લાઇટ અઠવાડિયામાં 5 વખત નૈરોબીથી ન્યૂયોર્ક માટે ભરશે ઉડાન

કેન્યા એરવેઝની ફ્લાઇટ અઠવાડિયામાં 5 વખત નૈરોબીથી ન્યૂયોર્ક માટે ભરશે ઉડાન

22
0

(GNS),24

કેન્યા એરવેઝ (KQ) 29 ઓક્ટોબર, 2023 થી નૈરોબીથી ન્યૂયોર્ક સુધીની તેની સાપ્તાહિક ફ્લાઈટ્સ ઉડાન ભરશે. કેન્યા એરવેઝની વેબસાઇટ પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં, KQએ જણાવ્યું હતું કે તેનું વિમાન પણ 4 ડિસેમ્બર, 2023 થી જોમો કેન્યાટ્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ (JKIA) થી ન્યૂયોર્કના જ્હોન એફ કેનેડી (JFK) ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી દરરોજ ઉડાન ભરશે.

KQએ જણાવ્યું કે “JFK એરપોર્ટ પર 1700 ફ્લાઈટ્સ અને 72000 કિમીના 5 વર્ષનો માઈલસ્ટોન ઉજવી રહ્યા છીએ. 29 ઓક્ટોબર, 2023 થી, અમે તમને નૈરોબીથી ન્યૂ યોર્ક સુધીની સાપ્તાહિક 4x થી 5x ફ્લાઈટ્સ ઓફર કરીશું,” નિવેદનમાં જણાવ્યુ હતું કે વધારાની દૈનિક ફ્લાઈટ્સ 4 ડિસેમ્બર 2023 થી શરૂ કરાશે. જોમો કેન્યાટ્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ (JKIA) અને JFK ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચેની ફ્લાઇટ્સ પૂર્વ તરફની દિશામાં લગભગ 15 કલાક ચાલે છે. મહત્વનુ છે કે પશ્ચિમ તરફની પરત મુસાફરી 14 કલાકની છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘દોરવણી અને ઉશ્કેરણીમાં ન આવો’ 2024ની ચૂંટણીને લઈને RSS ચીફ મોહન ભાગવતે નિવેદન
Next articleબ્રિટિશ નાગરિક છે ઈઝરાયેલ પર હુમલાનો માસ્ટરમાઈન્ડ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો