(જી.એન.એસ),તા.૧૨
નવીદિલ્હી
હાલ કોરોના વાઈરસના કેસો વધારે આવે છે અને તેવામાં કોરોના વાઈરસનો પ્રીકોશન ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ લેવા કેન્દ્ર સરકાર અવાર નવાર દેશના લોકોને કેન્દ્ર સરકારની જાહેરાતથી સૌ કોઈ અચંબિત થઇ ગયા. કેન્દ્ર સરકારે વિદેશ જનારા લોકો માટે તો એવી જાહેરાત કરી કે બધા ને મનમાં એવું થઈગયું કે ના હવે કોઈ રોક થઇ શે તેમ નથી પણ એવામાં વિદેશ જવા માટે આતુરતા દેખાવતા લોકો માટે તો આ જાહેરાત તો ખુબ જ ખુશી વાળી સાબિત થઇ છે અને આવી જાહેરાત કેન્દ્ર સરકારે જ કરી છે એટલે તો કોઈ સવાલ જ ઉભો થતો નથી. કેન્દ્ર સરકારે કોરોના વેક્સીનના પ્રિકોશન ડોઝ માટે નિયમોમાં ફેરફાર કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવારે વિદેશ યાત્રા પર જતા લોકોને નિર્ધારિત નવ મહિનાના વેઇટિંગ સમય પહેલા ગંતવ્ય દેશના દિશા-નિર્દેશો અનુસાર પ્રિકોશન ડોઝ લેવાની મંજૂરી આપી દીધી છે. સરકારના આ નિર્ણયથી વિદેશ જવા ઈચ્છતા અનેક લોકોને ફાયદો થશે. વિદેશ જનારા યાત્રીકો માટે પ્રિકોશન ડોઝ સંબંધી નિયમોમાં છૂટછાડનો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનો નિર્ણય વેક્સીનેશન પર રાષ્ટ્રીય તકનીકી સલાહકાર સમૂહની ભલામણોનો આધાર પર લેવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યુ, ‘વિદેશયાત્રા કરનાર ભારતીય નાગરિક અને વિદ્યાર્થી હવે પોતાના ગંતવ્ય દેશના દિશાનિર્દેશન અનુસાર પ્રિકોશન ડોઝ લઈ શકે છે. આ નવી સુવિધા જલદી કોવિન પોર્ટલ પર ઉપલબ્ધ થશે.’ વેક્સીનેશન પર બનેલા સલાહકાર સમૂહે પાછલા સપ્તાહે ભલામણ કરી હતી કે જે લોકોને વિદેશ યાત્રાએ જવાનું છે, તે નવ મહિનાના ફરજીયાત અંતર પહેલા ગંતવ્ય દેશના નિયમો અનુસાર રસીનો પ્રિકોશન ડોઝ લઈ શકે છે. વર્તમાન જોગવાઈ પ્રમાણે 18 વર્ષથી ઉપરના તમામ લોકો જેણે બીજા ડોઝ લીધાના નવ મહિના થઈ ગયા છે, તે પ્રિકોશન ડોઝ લેવા માટે પાત્ર છે. ભારતમાં 10 એપ્રિલે ખાનગી રસીકરણ કેન્દ્રો પર 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થઈ હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.