Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી કેન્દ્ર સરકારનું આ સામાન્ય બજેટ માટે એક કોપી-પેસ્ટ અને સાથી પક્ષોને ખુશ...

કેન્દ્ર સરકારનું આ સામાન્ય બજેટ માટે એક કોપી-પેસ્ટ અને સાથી પક્ષોને ખુશ કરનારું ગજેટ છે, આમાં દેશમાં સાચા અર્થે વિકાસ માટેની કોઈ દિશાજ નથી

27
0

(જી.એન.એસ) તા. 23

નવી દિલ્હી

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આ બજેટને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલે તેને ‘સેવ ધ ચેર’ બજેટ ગણાવ્યું હતું, જેમાં દેશમાં સાચા અર્થે વિકાસ માટેની આગળની કોઈ દિશા સૂચન જ નથી. રાહુલ ગાંધીએ આ બજેટને પોતાના સાથી પક્ષોને ખુશ કરનારું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, અન્ય રાજ્યોના ખર્ચે બજેટમાં તેમને (સાથીઓને) પોકળ વચનો આપવામાં આવ્યા હતા. રાહુલે કહ્યું, આ બજેટ તેના મિત્રોને ખુશ કરવા માટે લાવવામાં આવ્યું છે. AA (અદાણી અંબાણી)ને આનો ફાયદો થશે અને સામાન્ય ભારતીયને કોઈ રાહત નહીં મળે. એટલું જ નહીં, રાહુલ ગાંધીએ આ બજેટને કોપી પેસ્ટ ગણાવ્યું. રાહુલે દાવો કર્યો કે બજેટ કોંગ્રેસના મેનિફેસ્ટો અને અગાઉના બજેટમાંથી કોપી કરવામાં આવ્યું છે. 

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપતા કેન્દ્રની સરકારની ટીકા કરી હતી. તેમણે આ સામાન્ય બજેટ 2024 ને માત્ર એક કોપી-પેસ્ટ બજેટ ગણાવ્યું હતું. ખડગેએ ટ્વિટ કરીને કહ્યું કે, મોદી સરકારનું કોપીકેટ બજેટ કોંગ્રેસના ન્યાય એજન્ડાની પણ યોગ્ય નકલ કરી શક્યું નથી. મોદી સરકારનું બજેટ તેના ગઠબંધન સાથીદારોને છેતરવા માટે અર્ધબેકડ પૈસા વહેંચી રહ્યું છે, જેથી એનડીએ ટકી રહે. આ બજેટ દેશની પ્રગતિ માટે નહીં પરંતુ મોદી સરકારને બચાવવાનું છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કેન્દ્ર સરકારના સામાન્ય બજેટ 2024 ની ટીકા કરી
Next articleગણતરીના કલાકોમાં મણિનગર પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીના આધારે ગુનામાં સામેલ બે આરોપીઓની ધરપકડ કરી