(જી.એન.એસ) તા. 21
સુરત,
આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની વિશ્વભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા ડુમસ ખાતે આવેલી પી.આર. કોન્ટ્રાક્ટર કન્યા વિદ્યાલયમાં યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં “સ્વયં અને સમાજ માટે યોગ” વિષય પર આયોજિત ચિત્ર, નિબંધ અને યોગ નિદર્શન સ્પર્ધાનાં વિજેતાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. યોગ એ તન-મનનું વિજ્ઞાન છે. શારીરિક-માનસિક સ્વાસ્થ્યની મહત્વની કડી સમાન ભારતની પરંપરાગત યોગવિદ્યાને વિશ્વએ અપનાવી છે. યોગની લોકપ્રિયતામાં વધારો કરવા, સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપી જીવનશૈલીને લગતી વિકૃતિઓને દૂર કરવામાં યોગનું મહત્વ રહેલું છે. માટે જ 21 જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ અવસરે ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કેન્દ્રીય સંચાર બ્યુરો, ક્ષેત્રીય કાર્યાલય, સુરત દ્વારા ડુમસની પી. આર. કોન્ટ્રાક્ટર કન્યા વિદ્યાલયમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ શિક્ષિકાઓ મનીષા મોદી, રશ્મી હાડવૈદ્ય અને નિશા મહેતાનાં માર્ગદર્શન હેઠળ શાળાનાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ યોગાભ્યાસ કર્યો હતો. આં. રા. યોગ દિવસની ઉજવણીનાં ભાગરૂપે શાળામાં યોજવામાં આવેલી વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ક્ષેત્રીય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલા, માધ્યમિક શાળાનાં આચાર્યા પદ્માબેન પટેલ, પ્રાથમિક શાળાનાં આચાર્યા અલ્પાબેન, ભૂપેન્દ્રસિંહ રાઠોડ સહિતના શિક્ષકો તેમજ રોશન પટેલ અને અમૃતભાઈ સોનેરી ઉપસ્થિત રહ્યા હતાં.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.