Home મધ્ય ગુજરાત અમદાવાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અમદાવાદની મુલાકાતે આવ્યા, સરકારી ખાતરની કંપની ઓફિસનું કર્યું...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અમદાવાદની મુલાકાતે આવ્યા, સરકારી ખાતરની કંપની ઓફિસનું કર્યું ઉદઘાટન

35
0

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે ઇન્ડિયન પોટાશ લિમિટેડ નામની સરકારી ખાતરની કંપનીની નવી ઓફિસનું ઉદઘાટન કર્યું હતું. નવરંગપુરા વિસ્તારમાં ઇન્ડિયન પોટાશ લિમિટેડની નવી ઓફિસની શરૂઆત કરવામાં આવી છે જેનું બિલ્ડિંગ પણ આધુનિક છે. ખાતર એ ખેતીનું એક અભિન્ન અંગ છે. ખાતર વગર ઉત્પાદન વધી શકતું નથી. ખાતર ઉત્પાદન માટે આવશ્યક છે. પાકને જરૂરી પોષક મળી રહે તે જરૂરી છે. જમીનમાં બે પ્રકારના ખાતર નાખીએ છીએ.

એક મિનરલ્સના રૂપે છે તે જરૂરી છે. મિનરલ્સ શરીરમાં પણ જરૂરી છે. આપણે ઇન્જેક્શન અને દવાના રૂપે લઇએ છીએ. એ પ્રમાણે ખાતર પણ ખેતી માટે જરૂરી છે. 1965 માં પાકિસ્તાનના યુદ્ધ સમયે વિદેશમાંથી કેટલાક દેશોએ ઘઉં આપવાની ના પાડી હતી. ત્યારબાદ આપને ખાદ્ય ઉત્પાદનમાં નિર્ભર બન્યા. વિશ્વમાં રશિયા અને યુક્રેન ઘઉંના ઉત્પાદન અને નિકાસના મોટા દેશો છે. યુદ્ધના કારણે ભારત પર વિશ્વના દેશોની નજર હતી. અમે ઉત્પાદન કરી અમારી જરૂરિયાત પૂરી કરીએ છીએ. વિદેશમાં પણ અનાજની નિકાસ કરીએ છીએ.

દેશમાં ખાતરની જરૂરિયાતનું 60 ટકા ઉત્પાદન ભારત કરે છે. પોટાશની આપણે આયાત કરીએ છીએ. કોવિડના સમયે દુનિયાને ચિંતા હતી કે કોવિડ મેનેજમેન્ટ કેવી રીતે કરશે. છેલ્લે કોવિડ મેનેજમેન્ટ ભારતે કર્યું. 200 કરોડ વેક્સિન ડોઝ ભારતે જનતાને આપ્યા. દુનિયાએ ભારતના સામર્થ્યને માન્યું.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદની પૂર્વ વિસ્તારમાં આવેલા એપરલ પાર્કમાં મેટ્રો ટ્રેન પર ગ્રાફીટી બનાવનાર 4 ઇટાલીયન નાગરિકોની થઇ ધરપકડ
Next articleસુરતમાં એક યુવકને માર માર્યા બાદ ચપ્પુ વડે હુમલો, સમગ્ર ઘટના સીસીટીવીમાં થઇ કેદ