(જી.એન.એસ), તા.૭
વિતેલા જમાનાની દિગ્ગજ અભિનેત્રી આશા પારેખે કહ્યુ છે કે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ટિપ્પણીએ મને દુખ પહોંચાડ્યુ છે. તમને જણાવી દઇએ કે, ગત વર્ષે ગડકરીએ કહ્યુ હતું કે, આશા પારેખ પદ્મ ભૂષણ પુરસ્કાર માટે તેમની પાછળ પડી ગઇ હતી. આ મામલે આશાનું કહેવુ હતું કે, ફિલ્મી દુનિયામાં પોતાના યોગદાન બદલ તેઓ પદ્મ ભૂષણનાં હકદાર છે.
74 વર્ષિય આશા પારેખે કહ્યું, “ગડકરીનું નિવેદન યોગ્ય નથી. તેમના નિવેદનથી મને દુખ થયુ છે. જો કે મેં તેમના આ નિવેદનને ગંભીરતાથી નથી લીધુ. આ નિવેદનનો મારા માટે કોઇ ખાસ મતલબ નથી. વિવાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક ભાગ છે.”
આશા પારેખને બોલિવૂડમાં તેમના યોગદાન માટે વર્ષ 1992માં પદ્મશ્રી મળી ચૂક્યો છે. આ સીવાય વર્ષ 2014માં તેમને લાઇફટાઇમ અચિવમેન્ટ પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. આશા વર્ષ 1959 થી 1973 સુધી પડદા પર છવાયેલ એક સફળ અભિનેત્રી રહ્યા છે. તેમને તે સમયે શમ્મી કપૂર, રાજેન્દ્ર કુમાર અને રાજેશ ખન્ના જેવા પ્રખ્યાત સ્ટાર સાથે લીડ રોલ કર્યા હતાં. આશા પારેખની આત્મકથા હિટ ગર્લ ખુબ જ જલ્દી બજારમાં આવશે જેને ફિલ્મ આલોચક મોહમ્મદે લખી છે. જ્યારે તેની પ્રસ્તાવના સુપરસ્ટાર સલમાન ખાને લખી છે. આ પુસ્તક 10 એપ્રિલે રિલીઝ થશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.