કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે ઈન્ડિયા એનર્જી વીક 2023ને સંબોધિત કરતા કહ્યું કે, ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉર્જા ઉપભોક્તા છે અને ભારત જ્યાંથી પણ વાજબી ભાવે તેલ મેળવી શકે છે, ત્યાંથી ખરીદી કરશે. ઈન્ડિયા એનર્જી વીક ભારતની ઉર્જા સુરક્ષા, પોષણક્ષમતા અને આપણા નાગરિકો માટે સુલભતા સુનિશ્ચિત કરે છે અને વૈશ્વિક ઉર્જા સંક્રમણમાં ભારતની ભૂમિકા માટે પીએમના લાંબા ગાળાના વિઝનને પ્રતિબિંબિત કરે છે. પુરીએ જણાવ્યું હતું કે, દેશ તેની કુલ તેલ જરૂરિયાતોના 85 ટકા અને કુદરતી ગેસની 50 ટકા આયાત દ્વારા પૂરી કરે છે.
આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે શેરડી અને અન્ય કૃષિ પેદાશોમાંથી મેળવવામાં આવતા ઇથેનોલને પેટ્રોલમાં ભેળવવામાં આવે છે. પુરીએ કહ્યું કે, વર્ષ 2025 સુધીમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવાનું લક્ષ્ય છે. જણાવી દઈએ કે, આ કાર્યક્રમનું આયોજન ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં ભારતના વધતા પગલાને દર્શાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીક 2023નું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રી એ કહ્યું કે, ભારત ઉર્જા ક્ષેત્રે ઝડપથી વિસ્તરી રહ્યું છે અને આ ક્ષેત્રમાં અભૂતપૂર્વ સંભાવનાઓ છે.
પીએમએ વધુમાં કહ્યું કે, મહામારી અને યુદ્ધની અસરો છતાં ભારત 2022માં ચમકતો સિતારો બની રહ્યો છે. હરદીપ સિંહ પુરીએ ઈન્ડિયા એનર્જી વીક કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, ભારત તેલની ખરીદીના મામલે તેના મોટા બજારનો ઉપયોગ કરશે. તેમણે કહ્યું કે, અમે માર્કેટ કાર્ડનો ઉપયોગ કરીશું. જ્યાં પણ અમને વાજબી ભાવે તેલ મળશે, અમે ત્યાંથી તેની આયાત કરીશું. ભારત 2006-07માં 27 દેશોમાંથી તેલ આયાત કરતું હતું. 2021-22માં આ સંખ્યા વધીને 39 થઈ ગઈ છે. નવા સપ્લાયર્સમાં કોલંબિયા, રશિયા, લિબિયા, ગેબોન અને ઇક્વેટોરિયલ ગિનીનો સમાવેશ થાય છે. આ સાથે જ રશિયા ભારતનો સૌથી મોટો ઓઈલ સપ્લાયર દેશ બની ગયો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.