Home ગુજરાત ઉત્તર ગુજરાત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે બાયોગેસ અને બાયો...

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે બાયોગેસ અને બાયો ફ્યુલ સંચાલિત કાર રેલીનું હિંમતનગરથી પ્રસ્થાન

5
0

(જી.એન.એસ)તા.૧૯

હિંમતનગર,

આ કાર રેલી ૨૬ નવેમ્બર નેશનલ મિલ્ક ડેના દિવસે દિલ્હી પહોંચશે અમૂલ અને મારૂતી સુઝુકીના સંયુક્ત ઉપક્રમે કાર રેલીનું આયોજન થયું ભારતભરમાં બાયોગેસની જાગૃતતા ફેલાવવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે બાયોગેસ અને બાયો ફ્યુલ પર ચાલતી ૧૨ કારનું હિંમતનગરથી પ્રસ્થાન કરાવ્યું છે. અમૂલ અને મારૂતી સુઝુકીના સંયુક્ત ઉપક્રમે આ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર રેલીનો ઉદ્દેશ પશુપાલકો દ્વારા દેશના પર્યાવરણ માટે તથા વિકાસ માટે જે કામ થાય છે, તે અંગેની જાણકારી આપવાનો છે. આમ, આ રેલી દેશના વિવિધ રાજ્યોમાં બાયોગેસની જરૂરિયાત સમજાવી આગામી ૨૬મી નવેમ્બરે નેશનલ મિલ્ક ડેના દિવસે ૧૨૦૦ કિલોમીટરનું અંતર કાપીને દિલ્હી પહોંચશે, ત્યાં આ કાર રેલીનું સમાપન થશે. આ અવસરે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બળવંત સિંહ રાજપૂત, રાજ્યકક્ષાના સહકાર, કુટીર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અન્ન, નાગરિક પુરવઠા મંત્રીશ્રી ભીખૂસિંહ પરમાર તેમજ સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ અને મારુતિ સુઝુકીના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેન્દ્રિય મંત્રી શ્રી અમિત શાહના હસ્તે સાબરડેરીના ૮૦૦ મેટ્રિક ટન પ્રતિ દિનની ક્ષમતાવાળા અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટ નું ઉદ્ઘાટન
Next articleરાષ્ટ્રીય સાંસ્કૃતિક કાવ્યધારાના કવિઓએ સ્વાતંત્ર્ય સંગ્રામને પ્રોત્સાહન આપ્યું