Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ‘સાયબર સુરક્ષા...

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ‘સાયબર સુરક્ષા અને સાયબર ક્રાઇમ’ પર ગૃહ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી

9
0

AI નો ઉપયોગ કરીને ‘મ્યુલ એકાઉન્ટ્સ’ ઓળખવા અને તે ઓપરેટ થાય એ પહેલાં તેમને બંધ કરવા માટે કાર્ય કરવામાં આવશે

સાયબર સ્પેસમાં સોફ્ટવેર, સેવાઓ અને વપરાશકર્તાઓનાં પ્રયાસોથી જ સાયબર છેતરપિંડીનો સામનો કરવામાં સંપૂર્ણ સફળતા પ્રાપ્ત થશે

(જી.એન.એસ) તા. 11

નવી દિલ્હી,

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ‘સાયબર સુરક્ષા અને સાયબર અપરાધ’ના વિષય પર ગૃહ મંત્રાલય માટે સંસદીય સલાહકાર સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાય, શ્રી બંડી સંજય કુમાર, સમિતિના સભ્યો, કેન્દ્રીય ગૃહ સચિવ અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમિતિએ બેઠક દરમિયાન ‘સાયબર સિક્યુરિટી અને સાયબર ક્રાઇમ’ ને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

આ બેઠકને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, તાજેતરના વર્ષોમાં ભારતમાં ડિજિટલ માળખાગત સુવિધાઓનું વિસ્તરણ થયું છે.  જેના કારણે સ્વાભાવિક રીતે સાયબર એટેકની સંખ્યામાં વધારો થયો છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે આપણે સાયબર સ્પેસને અલગ દ્રષ્ટિકોણથી જોઈએ છીએ, ત્યારે તે ‘સોફ્ટવેર’, ‘સેવાઓ’ અને ‘વપરાશકર્તાઓ’નું જટિલ નેટવર્ક રચે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યાં સુધી આપણે ‘સોફ્ટવેર’, ‘સેવાઓ’ અને ‘વપરાશકર્તાઓ’ મારફતે સાયબર ફ્રોડને નિયંત્રિત કરવાનું વિચારીશું નહીં, ત્યાં સુધી સાયબર સ્પેસની સમસ્યાઓનું સમાધાન કરવું અશક્ય છે. શ્રી શાહે વધુમાં ઉલ્લેખ કર્યો હતો કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ગૃહ મંત્રાલયે ભારતને સાયબર-સુરક્ષિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં કેટલાંક મહત્ત્વપૂર્ણ પગલાં લીધાં છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સાયબર ક્રાઇમે તમામ ભૌગોલિક સીમાઓને ભૂંસી નાખી છે. તેમણે જણાવ્યું હતું કે તે એક ‘સીમાવિહીન’ અને ‘નિરાકાર’ ગુનો છે. કારણ કે તેની કોઈ મર્યાદા અથવા નિશ્ચિત સ્વરૂપ નથી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, છેલ્લાં એક દાયકામાં ભારત ‘ડિજિટલ ક્રાંતિ’નું સાક્ષી બન્યું છે. ‘ડિજિટલ ક્રાંતિ’ના કદ અને વ્યાપને સમજ્યા વિના, આપણે સાયબર ડોમેનમાં પડકારોનો સામનો કરી શકતા નથી.

કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, આજે દેશમાં 95 ટકા ગામડાઓ ડિજિટલ રીતે જોડાયેલાં છે અને એક લાખ ગ્રામ પંચાયતો વાઇ-ફાઇ હોટસ્પોટથી સજ્જ છે. છેલ્લા દસ વર્ષમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં 4.5 ગણો વધારો થયો છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, વર્ષ 2024માં યુપીઆઈ મારફતે કુલ 17.221 લાખ કરોડ રૂપિયાની કિંમતનાં 246 ટ્રિલિયન ટ્રાન્ઝેક્શન થયાં હતાં. વર્ષ 2024માં 48 ટકા ગ્લોબલ ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં થયા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની દ્રષ્ટિએ ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ બની ગયો છે. વર્ષ 2023માં, કુલ ઘરેલું ઉત્પાદન (જીડીપી) માં ડિજિટલ અર્થતંત્રનું યોગદાન આશરે ₹32 લાખ કરોડ એટલે કે 12 ટકા રહ્યું છે અને લગભગ 15 મિલિયન નોકરીઓનું સર્જન થયું હતું.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, અત્યારે ભારત દુનિયામાં ડિજિટલ લેન્ડસ્કેપની દ્રષ્ટિએ ત્રીજો સૌથી મોટો દેશ બની ગયો છે. ભારતની અર્થવ્યવસ્થાનાં કુલ 20 ટકા ભાગ ડિજિટલ ઇકોનોમીમાં ફાળો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલયનું લક્ષ્ય સાયબર ક્રાઇમ બાબતમાં એક પણ એફઆઈઆર ન થાય એ સુનિશ્ચિત કરવાનું છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે સાઇબર ક્રાઇમને પહોંચી વળવા માટે અમે ચાર પ્રકારની રણનીતિ અપનાવી છે, જેમાં કન્વર્જન્સ, કોઓર્ડિનેશન, કોમ્યુનિકેશન અને કેપેસિટી સામેલ છે. આ બધાને સ્પષ્ટ ઉદ્દેશો અને વ્યૂહાત્મક અભિગમ સાથે લાગુ કરવામાં આવી રહ્યા છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ગૃહ મંત્રાલયની અંદર આંતર-મંત્રાલય અને આંતર-વિભાગીય સંકલનને મજબૂત કરવામાં આવ્યું છે, જે સતત સંચાર અને માહિતીનો સરળ પ્રવાહ સુનિશ્ચિત કરે છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલય, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય, સીઇઆરટી-ઇન, આઇ4સી તથા ટેલિકોમ અને બેંકિંગ જેવા વિભાગો વચ્ચે માહિતીનાં આદાનપ્રદાનની તંદુરસ્ત પરંપરાને પગલે સાયબર ક્રાઇમનાં ઘણાં કેસોનો સફળતાપૂર્વક સામનો કર્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ સાયબર ક્રાઇમને રોકવા માટે લોકોમાં જાગૃતિ લાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને સમિતિના તમામ સભ્યોને I4C ની હેલ્પલાઇન નંબર 1930ને પ્રોત્સાહન આપવા વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સાયબર નાણાકીય છેતરપિંડીને ધ્યાનમાં રાખીને, ‘1930’ હેલ્પલાઇન જે કાર્ડ્સને બ્લોક કરવા જેવી વિવિધ સેવા આપતું વન-પોઇન્ટ સોલ્યુશન છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, રીઝર્વ બેંક અને તમામ બેંકો સાથે સંકલન કરીને, મ્યૂલ એકાઉન્ટની ઓળખ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવાનાં પ્રયાસો ચાલી રહ્યાં છે, જેથી તેની તપાસ માટે એક વ્યવસ્થા સ્થાપિત થઈ શકે. તેમણે જણાવ્યું હતું કે, અમે મ્યૂલ એકાઉન્ટ કાર્યરત થાય તે પહેલાં જ તેને બંધ કરવાની ખાતરી આપીશું. કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે એ બાબતની પણ ખાતરી આપી છે કે લોકોને સાયબર અપરાધો સામે વધારે સતર્કતા દાખવવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના મંત્ર ‘સ્ટોપ-થિંક-ટેક એક્શન’થી વાકેફ કરવામાં આવે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, I4C પોર્ટલ પર કુલ 1 લાખ 43 હજાર એફઆઇઆર નોંધવામાં આવી છે અને 19 કરોડથી વધારે લોકોએ આ પોર્ટલનો ઉપયોગ કર્યો છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, રાષ્ટ્રીય સુરક્ષાનાં કારણોસર I4Cની ભલામણોને આધારે 805 એપ્સ અને 3,266 વેબસાઇટ લિન્ક બ્લોક કરવામાં આવી છે. આ ઉપરાંત 399 બેન્કો અને ફાઇનાન્શિયલ ઇન્ટરમિડિયરીઝ બોર્ડમાં આવ્યા છે. 6 લાખથી વધુ શંકાસ્પદ ડેટા પોઇન્ટ શેર કરવામાં આવ્યા છે. 19 લાખથી વધુ મ્યૂલ એકાઉન્ટ્સ પકડાયા છે, અને ₹2,038 કરોડના શંકાસ્પદ વ્યવહારો અટકાવવામાં આવ્યા છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાયબર અપરાધ ફોરેન્સિક તાલીમ પ્રયોગશાળાઓ સ્થાપિત કરવામાં આવી છે. ‘સાયટ્રેન’ પ્લેટફોર્મ પર “મેસિવ ઓપન ઓનલાઇન કોર્સ (એમઓઓસી)” પ્લેટફોર્મ પર 101,561 પોલીસ અધિકારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને 78,000થી વધુ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવ્યા છે.

સમિતિના સભ્યોએ ‘સાયબર સિક્યુરિટી અને સાયબર ક્રાઇમ’ ને લગતા મુદ્દાઓ પર તેમના સૂચનો આપ્યા હતા અને સાયબર સુરક્ષા વધારવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્વપૂર્ણ પગલાઓની પ્રશંસા કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field