(જી.એન.એસ) તા. 28
નવી દિલ્હી,
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા હવે વિધાનસભા ચૂંટણીઓ ની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષ પૂરું થાય તે પહેલા હરિયાણા, ઝારખંડ જમ્મુ કાશ્મીર અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેના માટે ચાણક્ય તરીકે જાણીતા ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી ગૃહમંત્રી અમિત શાહ દ્વારા નેતાઓ સાથે બેઠકો યોજવામાં આવશે.
ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આગામી દિવસોમાં હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડની મુલાકાત લેશે અને સંગઠનાત્મક બેઠકોની અધ્યક્ષતા કરશે. આ વર્ષના અંતમાં આ ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, જેને ધ્યાનમાં રાખીને શાહની મુલાકાત ભારતીય જનતા પાર્ટીના પ્રચારને વેગ આપી શકે છે તેમજ વિધાનસભા ચૂંટણી જીતવા ને લઈને વ્યુહરચના પણ નક્કી થઈ શકે છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમિત શાહ 29 જૂને હરિયાણાની મુલાકાત લેશે અને 4 જુલાઈએ સંસદનું વર્તમાન સત્ર પૂરું થયા બાદ તેઓ મહારાષ્ટ્ર અને ઝારખંડની મુલાકાત લઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું કે ભાજપના મુખ્ય વ્યૂહરચનાકાર 5 જુલાઈએ મહારાષ્ટ્રની મુલાકાત લઈ શકે છે અને ત્યાર બાદ જુલાઇના બીજા સપ્તાહમાં ઝારખંડ જવા રવાના થશે.
ઉલ્લેખનીય છે કે હરિયાણા સરકારના પાંચ વર્ષ 4 નવેમ્બર 2024ના રોજ પૂર્ણ થઇ રહ્યાં છે. હરિયાણા વિધાનસભા 90 સભ્યો ધરાવતી એસેમ્બલી છે. ભાજપની આગેવાની વાળા NDA ગઠબંધનની હરિયાણામાં સરકાર છે. હરિયાણા જીતવા માટે 46 સીટ જીતવી જરૂરી છે. જ્યારે ઝારખંડ સરકારના પાંચ વર્ષ 5 જાન્યુઆરી 2025ના રોજ પૂર્ણ થઇ રહ્યાં છે. ઝારખંડ વિધાનસભા કૂલ 81 સીટ ધરાવે છે. INDIA ગઠબંધન 47 સીટ જીતી સરકાર બનાવી હતી. ઝારખંડમાં સરકાર બનાવવા માટે 41 સીટ જીતવી પડે છે. મહારાષ્ટ્ર સરકારનાં પાંચ વર્ષ 26 નવેમ્બર 2024ના રોજ પૂર્ણ થઇ રહ્યાં છે.
જો કે, લોકસભા ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધનના પ્રદર્શન બાદ હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપ માટે ચૂંટણી જંગ કપરો બની રહ્યો છે. હાલમાં બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે. હરિયાણામાં લોકસભાની કુલ 10 બેઠકો છે, જેમાંથી તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપે માત્ર પાંચ જ જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસે જોરદાર વાપસી કરીને પાંચ બેઠકો જીતી હતી. પાર્ટીએ ત્રણેય રાજ્યોના ચૂંટણી પ્રભારીઓની જાહેરાત કરી દીધી છે. કેન્દ્રીય મંત્રીઓ શિવરાજ સિંહ ચૌહાણ, ભૂપેન્દ્ર યાદવ અને ધર્મેન્દ્ર પ્રધાનને અનુક્રમે ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.