દિલ્હી પોલીસને ગેરકાયદે બાંગ્લાદેશીઓ, રોહિંગ્યાઓને ભારતમાં પ્રવેશવામાં મદદ કરનારા નેટવર્ક્સ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ
(જી.એન.એસ) તા. 28
નવી દિલ્હી,
દેશની રાજધાની ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે યોજાયેલી બેઠકની અધ્યક્ષતા કરી હતી તે સમયે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘુસણખોરોને દેશમાં પ્રવેશવામાં, તેમના દસ્તાવેજો બનાવવા અને અહીં રહેવામાં મદદ કરતા સમગ્ર નેટવર્ક સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ઘૂસણખોરોનો મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા સાથે પણ જોડાયેલો છે અને તે મામલે કડક કાર્યવાહી થવી જોઈએ. તેઓની ઓળખ કરીને તેમનો દેશનિકાલ કરવો જ જોઇએ.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે દિલ્હી પોલીસને ગેરકાયદે બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને ભારતમાં પ્રવેશવામાં મદદ કરનારા નેટવર્ક્સ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે આ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે અને તેનો કડક રીતે સામનો કરવો જોઈએ.
વધુમાં કેન્દ્રીય ગૃહમંત્રી એ કહ્યું હતું કે, જે સબ-ડિવિઝન અને પોલીસ સ્ટેશન સતત નબળી કામગીરી કરી રહ્યા છે તેમની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. અમિત શાહે કહ્યું કે શહેરમાં આંતર-રાજ્ય ગેંગને નિર્દયતાથી ખતમ કરવી એ દિલ્હી પોલીસની પ્રાથમિકતા હોવી જોઈએ. તેમણે કહ્યું કે ડ્રગના કેસોમાં ઉપરથી નીચે સુધી કાર્યવાહી થવી જોઈએ અને આવા ડ્રગ નેટવર્કને ખતમ કરવા જોઈએ. આ બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, દિલ્હીના ગૃહમંત્રી આશિષ સૂદ, દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પણ હાજરી આપી હતી, સાથેજ તેમણે સ્પષ્ટતા કરી કે બાંધકામ સંબંધિત કેસ અને 2020 ના રમખાણોના કેસોના ઝડપી નિકાલ માટે દિલ્હી પોલીસની પરવાનગીની જરૂર રહેશે નહીં. શાહે કહ્યું કે દિલ્હી સરકારે ખાસ વકીલોની નિમણૂક કરવી જોઈએ જેથી આ કેસોનો ઝડપથી નિકાલ થઈ શકે. તેમણે કહ્યું કે, દિલ્હી પોલીસે વધારાની જગ્યાઓ માટે ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. ડીસીપી કક્ષાના અધિકારીઓએ પોલીસ સ્ટેશનોની મુલાકાત લેવી જોઈએ, જાહેર સુનાવણી શિબિરોનું આયોજન કરવું જોઈએ અને તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવું જોઈએ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.