Home દુનિયા - WORLD કેનેડામાં ત્રણ હિંદુ મંદિરોમાં તોડફોડની બાતમી આપનારને સવા લાખના ઈનામની જાહેરાત

કેનેડામાં ત્રણ હિંદુ મંદિરોમાં તોડફોડની બાતમી આપનારને સવા લાખના ઈનામની જાહેરાત

28
0

(GNS),16

કેનેડામાં હિંદુ મંદિરોમાં તોડફોડ અને ચોરીની ઘટના સામે આવી છે. જેમા ચોરોએ દાન પેટીઓમાંથી મોટી રકમ તફડાવી લઈ હાથ સાફ કર્યો છે. ડરહમ પોલીસે ચોરીની ઘટના અંગે જણાવ્યુ કે ચોરી કરનાર શંકાસ્પદની શોધખોળ હાથ ધરાઈ છે. તે 5 ફુટ 9 ઈંચનો અને લગભગ 91 કિલો વજનનો હતો. તે પિકરિંગમાં બેલી સ્ટ્રીટ અને કોસ્નો બુલેવાર્ડ વિસ્તારમાં એક મંદિરમાં ઘુસી ગયો હતો. ચોરી કરવા આવનાર શખ્સ લંગડાતો ચાલી રહ્યો હતો. સંદિગ્ધે બ્લુ રંગનું સર્જિકલ માસ્ક, હુડી ચેન સાથેનું ટાઈટ જેકેટ પહેર્યુ હતુ અને લીલા રંગનો કેમો કાર્ગો પેન્ટ પહેર્યુ હતુ જ્યારે લીલા રંગના શુઝ પહેર્યા હતા..

રાત્રે લગભગ 12.45 વાગ્યે સુરક્ષાની દેખરેખ દરમિયાન એક પુરુષને મંદિરમાં પ્રવેશ કરતો અને દાનપેટીઓમાંથી મોટી માત્રામાં રોકડ કાઢતો જોવા મળ્યો હતો. પોલીસે તેના નિવેદનમાં જણાવ્યુ કે પોલીસના પહોંચ્યા પહેલા તે ફરાર થઈ ગયો હતો. મધરાત્રે લગભગ 1.30 વાગ્યે મંદિરોમાં તોડફોડની ઘટના સામે આવી છે. મંદિર પરિસરમાં રહેનારા આ શખ્સે જણાવ્યુ કે એક વ્યક્તિએ બારી તોડી નાખી અને તિજોરી ચોરવાનો પ્રયાસ કર્યો…

પોલીસે વધુમાં જણાવ્યુ કે ચોરી કરવામાં શખ્સ સફળ ન રહ્યો અને પોલીસ આવે તે પહેલા ભાગી ગયો. સીસીટીવી ફુટેજમાં પુષ્ટિ થઈ છએ કે વીડિયોમાં દેખાઈ રહેલો શખ્સ એ જ શંકાસ્પદ છે જેમણે પહેલા બેક એન્ડ એન્ટ્રીની ઘટનાને અંજામ આપ્યો હતો. એ જ રાત્રે લગભગ 2.50 વાગ્યે એ જ વ્યક્તિ અજાક્સમાં વેસ્ટની રોડ સાઉથ અને બેલી સ્ટ્રીટ વેસ્ટ વિસ્તારમાં અન્ય મંદિરમાં ઘુસ્યો અને દાન પેટીમાંથી મોટી માત્રામાં રોકડ ચોરી લીધી હતી..

ત્રણ મંદિરોમાં એ ક જ રાતમાં ચોરીની ચોંકાવનારી ઘટનામાં કેનેડા પોલીસે સંદિગ્ધ વિશે કોઈ જાણકારી ન મળવા પર નાગરિકોને માહિતી શેર કરવાની અપીલ કરી છે. પોલીસે ટિપસ્ટરો માટે 2000 કેનેડાઈ ડોલર (1.22 લાખ રૂપિયા) ના રોકડ ઈનામની જાહેરાત કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપેસેન્જરને તાત્કાલિક તબીબી સહાયની જરૂર પુરી પાડવા ભારતીય એર ઈન્ડિયા ફ્લાઈટનું કરાચીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
Next articleઈઝરાયેલ-હમાસ યુદ્ધની ભારતીય અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી