Home દુનિયા - WORLD કેનેડામાં અજાણ્યા હુમલાખોરોએ પંજાબી ગાયક એપી ઢિલ્લોનના ઘરની બહાર ફાયરિંગ કર્યુ

કેનેડામાં અજાણ્યા હુમલાખોરોએ પંજાબી ગાયક એપી ઢિલ્લોનના ઘરની બહાર ફાયરિંગ કર્યુ

45
0

(જી.એન.એસ),તા.03

કેનેડા,

‘બ્રાઉન મુંડે…’, ‘સમર હાઈ…’ ફેમ સિંગર એપી ઢિલ્લોન વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત ગાયકના ઘરની બહાર ગોળીબાર થયો હતો. સિંગરનું ઘર કેનેડાના વૈનકૂવરમાં છે. આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. જો કે, આ ઘટના 1 સપ્ટેમ્બરના રોજ બની હતી, જેની માહિતી હવે પ્રાપ્ત થઈ છે. અજાણ્યા હુમલાખોરોએ તેમના ઘરની બહાર આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગના રોહિત ગોદારાએ લીધી છે. એક વાયરલ પોસ્ટ દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેનેડામાં એપી ઢિલ્લોનના ઘરની બહાર થયેલા હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈની ગેંગના રોહિત ગોદારાએ લીધી છે. ફેસબુક પર પોસ્ટ કરવામાં આવ્યું હતું કે -રામ રામ જી બધા ભાઈઓને 1 સપ્ટેમ્બરની રાત્રે, અમે કેનેડામાં બે સ્થળોએ ગોળીબાર કર્યા, જેમાંથી એક વિક્ટોરિયા આઇલેન્ડ અને વુડબ્રિજ ટોરોન્ટો છે. હું, રોહિત ગોદારા (લૌરેશ બિશ્નોઈ ગ્રુપ) આની જવાબદારી લઈએ છીએ.  “વિક્ટોરિયા આઇલેન્ડનું ઘર એપી ઢિલ્લોનું છે.એ સલમાન વાળી બાબતમાં એ બોવ મજા લેતો હતો. તેરે પર આયે ગીતમાં સલમાન ખાનને લાવ્યો હતો. તમે લોકો જે અંડરવર્લ્ડ જીવનની નકલ કરો છો, અમે ખરેખર એ જીવન જીવી રહ્યા છીએ. તમારી ઔકાતમાં રહો નહીં તો કૂતરાની મોત મરી જશો’ સુરક્ષા એજન્સીએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. ફાયરિંગની હકીકતો જાણવામાં આવી રહી છે. જો કે કેનેડા પોલીસે આ મામલે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. આ પહેલા પણ ગોલ્ડી-લોરેન્સ ગેંગે થોડા મહિના પહેલા સિંગર ગિપ્પી ગ્રેવાલના વિદેશી ઘર પર ફાયરિંગ કર્યું હતું. ત્યાં પણ સલમાન ખાન સાથેના તેના સંબંધોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field