Home દુનિયા - WORLD કેનેડાના ઓન્ટારિયોના કિંગ્સટન શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી

કેનેડાના ઓન્ટારિયોના કિંગ્સટન શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી

40
0

(જી.એન.એસ),તા.૦૮

કેનેડા,

ભારતમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન થયું જેમાં દેશના ઘણા લોકોએ અને પરિવારજનોએ હર્ષોલ્લાસથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું સ્વાગત કર્યું. આવું ફક્ત ભારતમાં નહિ પણ દેશ વિદેશમાં પણ ગણી જગ્યાએ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે અને અમે જણાવીએ, કે કેનેડામાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્યાં રહેતા ભારતીય પરિવારજનોએ હર્ષોલ્લાસથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું સ્વાગત કર્યું હતું,

કેનેડા દેશમાં આવેલા ઓન્ટારિયોના કિંગ્સટન શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સનાતન ધર્મમા માનતા ભારતીય પરીવારો દ્વારા કેનેડામાં આ રથયાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિદેશમાં રહેતા ગુજરાતીઓ અને ભારતીય પરીવારોએ સનાતન ધર્મની આસ્થા આવનારી પેઢીઓને યાદ રહે માટે આયોજન કર્યુ. વિદેશમાં રહેતા તમામ ભારતીય પરિવારજનોએ હર્ષોલ્લાસથી ભગવાન જગન્નાથની રથયાત્રાનો લાભ લીધો હતો. કેનેડાના રસ્તા પર નિલળેલી આ યાત્રામાં બાળકો વડીલોથી લઈ તમામ વૃદ્ધો પણ જોડાયા હતા અને કેનેડામાં ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદૈનિક રાશિફળ (09/07/2024)
Next articleભારતના રાષ્ટ્રપતિએ પુરીના સમુદ્ર તટ પર થોડો સમય વિતાવ્યો