કેટરિના કૈફ આજે બોલિવૂડની ટોપ એક્ટ્રેસીસમાંથી એક છે. પરંતુ શું તમે જાણો છો કે તેણે ક્યારે સ્કૂલનો દરવાજો પણ નથી જોયો. ભારતની ‘બાર્બી ગર્લ’ કહેવાતી કેટરિના આજે પોતાનો 40મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. ચાલો આ અવસરે જાણીએ તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો, કે કેવી રીતે હોન્ગ કોન્ગમાં જન્મેલી કેટરિના બોલિવૂડની સક્સેસફુલ એક્ટ્રેસીસમાંથી એક બની અને લાખો દિલો પર રાજ કર્યુ. કેટરિના કૈફનો જન્મ16 જુલાઇ 1993ના રોજ હોન્ગકોન્ગમાં થયો હતો. તે મૂળ રૂપે લંડનની રહેવાસી છે. તેના પિતા મોહમ્મદ કૈફ કાશ્મીરી છે, જ્યારે તેની મા સુઝૈન ટારકોટ બ્રિટિશ મૂળની છે. કેટરિના જ્યારે નાની હતી, ત્યારે જ તેના માતા-પિતાના છૂટાછેડા થઇ ગયા હતા. તેની માએ તેનો અને તેના ભાઇ-બહેનોનો ઉછેર કર્યો. તેની 6 બહેનો છે અને એક ભાઇ છે. કેટરિનાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેને હંમેશા પિતાની ખોટ અનુભવી છે અને તેનું તેને આજે પણ દુખ છે.
રસપ્રદ વાત એ પણ છે કે, કેટરિના ક્યારેય સ્કૂલ પણ નથી ગઇ. ખરેખર તેની મા એક સોશિયલ એક્ટિવિસ્ટ છે. જેના કારણે તેને સતત અલગ-અલગ દેશોની યાત્રા કરવી પડતી હતી. આ રીતે કેટરિના કુલ 18 દેશોમાં રહી. આ કારણે તે ક્યારેય સ્કૂલ નથી જઇ શકી. જો કે, તેનો અભ્યાસ હોમ ટ્યૂટર દ્વારા થયો છે. જેના કારણે તે ઘરે જ અભ્યાસ કરતી હતી. તેણે 14 વર્ષની ઉંમરમાં એક બ્યૂટી કોમ્પિટિશન જીતી હતી. જે બાદ તેણે મોડેલિંગમાં કામ કરવાનું શરૂ કર્યુ. આ રીતે તે મોડેલિંગની દુનિયામાં આવી ગઇ. કેટલાંક વર્ષો બાદ કેટરિના ભારત આવી અને અહીં એક ફેશન શો દરમિયાન એક ડાયરેક્ટરની નજર તેના પર પડી. તેણે કેટરિનાને ફિલ્મ ઓફર કરી અને આ રીતે જેની બોલિવૂડ જર્નીની શરૂઆત થઇ. તેની પહેલી ફિલ્મ ‘બૂમ’ હતી. જે 2003માં રિલીઝ થઇ હતી. તેમાં તે સુપરમોડેલના રોલમાં જોવા મળી હતી. તે બાદ તેને એક પછી એક ફિલ્મો મળતી ગઇ અને તેણે ક્યારેય પાછુ વળીને નથી જોયું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.