(જી.એન.એસ), તા.૬ નવી દિલ્હી
શુંગલૂ કમિટીએ કેજરીવાલ સરકારના કામકાજ અને તેના અનેક નિર્ણય પર ગંભીર સવાલ ઊભા કર્યા છે. કમિટીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી સરકારના એડમિનિસ્ટ્રેટિવ નિર્ણયોમાં બંધારણ અને પ્રક્રિયા સાથે સંકળાયેલા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. કેજરીવાલ સરકારે સત્તાન ખોટો ઉપયોગ કર્યો. સપ્ટેમ્બર 2016માં તત્કાલીન એલજી નજીબ જંગે કેજરીવાલ સરકારના નિર્ણયોનો રિવ્યૂ કરવા માટે શુંગલૂ કમિટી બનાવી હતી.
શુંગલૂ કમિટીએ સરકારની કુલ 404 નિર્ણયો સાથે સંકળાયેલી ફાઇલોનો અભ્યાસ કર્યો છે. તે પૈકી 36 મામલામાં નિર્ણય પેન્ડિંગ હોવાના કારણે તે ફાઇલો સરકારને પરત કરી દેવામાં આવી હતી. પૂર્વ કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વી કે શુંગલૂની આગેવાનીવાળી કમિટીએ કેજરીવાલ સરકારના નિર્ણયો સાથે સંકળાયેલી 404 ફાઇલોની તપાસ કરી તેમાં બંધારણીય જોગવાઈઓ ઉપરાંત વહિવટી પ્રક્રિયા સાથે જોડાયેલા નિયમોનું પાલન નથી કરવામાં આવ્યું એવો ખુલાસો કર્યો છે.
રિપોર્ટમાં આરોગ્ય મંત્રી સતેન્દ્ર જૈનની દીકરીની નિમણૂકને પણ અયોગ્ય પૂરવાર કરવાની સાથોસાથ પાર્ટીની ઓફિસ માટે જમીન ફાળવણી અને પાર્ટી કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં કથિત રીતે એડવાઇઝર્સ બનાવવાને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
શુંગલૂ કમિટીએ ચીફ સેક્રેટીર, લો એન્ડ ફાયનાન્સ સેક્રેટીર સહિત બીજા ડિપાર્ટમેન્ટના સેક્રેટરીઓને બોલાવીને સરકારના આ નિર્ણયને લઈને ઓફિશિયલ્સની ભૂમિકાની પણ તપાસ કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓફિશિયલ્સે કમિટીને જણાવ્યું કે તેઓએ આ વિશે સરકારને અધિકાર ક્ષેત્રમાં અતિક્રમણ વિશે ચેતવ્યા હતા. તેના માટે કાયદાના આધારે દિલ્હીમાં એલજીની કોમ્પિટન્ટ ઓથોરિટી હોવાની પણ સરકારે જણાવી હતી. આટલું જ નહીં તેના ગંભીર કાયદાકિય પરિણામને લઈને પણ સરકારને ચેતવી હતી. રિપોર્ટમાં તમામ ફાઈલોની તપાસના આધારે કહેવામાં આવ્યું છે કે સરકારે ઓફિશિયલ્સની સલાહને ન માનીને બંધારણીય જોગવાઈઓ, જનરલ એડમિનિસ્ટ્રેશન સાથે સંકળાયેલા કાયદા અને એડમિનિસ્ટ્રેશન ઓર્ડરનું ઉલ્લંઘન કર્યું છે. તેમાં એલજીની પહેલા મંજૂરી લેવાની કે નિર્ણય કે લાગુ કર્યા બાદ એલજીની મંજૂરી લેવી અને સરકાર દ્વારા પોતાના અધિકાર ક્ષેત્રની બહાર જઈને નિર્ણય કરવા જેવી અનિયમિતતા સામેલ છે.
રિપોર્ટ મુજબ બીજી વાર સત્તામાં આવ્યા બાદ આપ સરકારે બંધારણ અને બીજા કાયદામાં દર્શાવવામાં આવેલી દિલ્હી સરકારના લેજેસ્ટિવ પાવર્સને લઈને પણ બિલકુલ અલગ વલણ અપનાવ્યું હતું. તેમાં સીએમ અરવિંદ કેજરીવાલના 25 ફેબ્રુઆરી 2015ના એ નિવેદનનો પણ હવાલો આપવામાં આવ્યો છે જેમાં તેઓએ કહ્યું હતું કે લો એન્ડ ઓર્ડર, પોલીસ અને જમીન સાથે જોડાયેલા મામલાઓની ફાઈલોને જ એલજીની મંજૂરી માટે વાયા સીએમ ઓફિસ મોકલવામાં આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.