(જી.એન.એસ), તા ૪ નવી દિલ્હીઃ
અરવિંદ કેજરીવાલ સામે દાખલ કરવામાં આવેલા માનહાનિ કેસમાં વકીલની ફીનું પેમેન્ટ સરકારી રૂપિયાથી કરવામાં આવે છે કે નહીં તેમ એલજીએ સોલિસિટર જનરલને પૂછ્યું છે. કેજરીવાલ પર આ કેસ અરૂણ જેટલીએ કર્યો છે. દરમિયાન આજે રામ જેઠમલાણીએ કહ્યું છે કે જો દિલ્હી સરકાર તેમની ફી નહીં ચૂકવે તો તેઓ કેજરીવાલની તેમના ગરીબ ક્લાયન્ટની જેમ કેસ લડશે.
રામ જેઠમલાણીએ કહ્યું કે હું માત્ર ધનિકો પાસે જ ફી લઉ છું, ગરીબો માટે મફત કામ કરું છું. આ બધું અરૂણ જેટલી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જેઓ મારી ઉલટ તપાસથી ગભરાઈ ગયા છે. જો હાલ દિલ્હી સરકાર મારી ફી નહીં ચૂકવે તો પણ હું કેજરીવાલનો કેસ મારા ગરીબ ક્લાયન્ટની જેમ લડીશ.
ન્યૂઝ એજન્સીએ સરકારી સૂત્રોના માધ્યમથી જણાવ્યું કે જેઠમલાણીની આશરે પોણા ત્રણ કરોડ રૂપિયાની ફી બાકી છે. લો ડિપાર્ટમેન્ટનું માનવું છે કે આ કેસ સરકાર સાથે સંકળાયેલો ન હોવાથી ફીનું પેમેન્ટ સરકારી ખર્ચમાંથી ન થવું જોઈએ. સૂત્રોના જણાવ્યા મુજબ અનિલ બૈજલે સોલિસિટર જનરલ રંજીત કુમારને લેટર લખીને જાણવા માંગ્યુ છે કે સરકારને આ પેમેન્ટ કરવું જોઈએ કે નહીં.
દિલ્હી સરકારના લો ડિપાર્ટમેન્ટે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે આ બિલોના પેમેન્ટ માટે એલજીની સહી જરૂરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સિસોદિયાએ ડિસેમ્બરમાં વકીલ રામ જેઠમલાણીની ફી ભરવા માટે એડવાન્સ એમાઉન્ટ આપવાની વાત કરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.