(જી.એન.એસ) તા.૩ નવી દિલ્હી
દિલ્હીના સિનિયર વકીલ અને સામાજિક કાર્યકર્તા પ્રશાંતભૂષણે રવિવારે વિવાદિત નિવેદન કર્યું હતું. યુપીમાં યોગી આદિત્યનાથની સરકાર દ્વારા એન્ટિ-રોમિયો સ્ક્વોડની રચવા કરવાની તેમણે આકરી ટીકા કરી હતી. ભૂષણે એક ટ્વિટમાં લખ્યું હતું કે, રોમિયોએ તો ફક્ત એક જ યુવતીને પ્રેમ કર્યો હતો, જ્યારે કૃષ્ણ તો લિજેન્ડરી ઈવટીઝર (છેડછાડ કરનાર) હતા, તો આદિત્યનાથમાં શું એવી હિંમત છે કે તેઓ એન્ટિ-રોમિયો સ્ક્વોડનું નામ એન્ટિ-કૃષ્ણ સ્ક્વોડ રાખશે? યુપીમાં આજકાલ મહિલાઓની છેડતી કરનારા રોમિયોને પાઠ ભણાવવા યુપી સરકાર દ્વારા એન્ટિ-રોમિયો સ્ક્વોડની રચના કરાઈ છે. આ સ્ક્વોડ રોમિયો સામે પગલાં લઈ રહી છે તેથી ચર્ચામાં છે.
પ્રશાંતભૂષણે જાણે અજાણે તેમની ટ્વિટમાં શેક્સપિયરનાં નાટકનાં પાત્ર રોમિયો અને કૃષ્ણની સરખામણી કરી છે. આ બહાને તેમણે યુપીના સીએમ યોગીની એન્ટિ-રોમિયો સ્ક્વોડની ટીકા કરી છે.
પ્રશાંતભૂષણની આ ટ્વિટ પર ભાજપે આકરો વળતો જવાબ આપ્યો હતો. પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, કૃષ્ણને સમજવા અનેક જન્મ લેવા પડશે. લોકો કેટલી આસાનીથી કૃષ્ણને રાજકારણમાં સંડોવે છે તે દુઃખની વાત છે.
પોતાની પહેલી ટ્વિટ પર વિવાદ સર્જાતાં પ્રશાંતભૂષણે બીજી બે ટ્વિટમાં સ્પષ્ટતા કરી હતી, જેમાં તેમણે લખ્યું કે રોમિયો બ્રિગેડ પર મારી ટ્વિટનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. મેં રોમિયો બ્રિગેડનાં લોજિક દ્વારા મારુંં વલણ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. કૃષ્ણને લોકો ઈવટિઝર તરીકે જ જોશે. ત્રીજી ટ્વિટમાં લખ્યું હતું કે આપણે કૃષ્ણની ગોપીઓ સાથે છેડછાડની વાર્તા સાથે જ મોટા થયા છીએ. રોમિયો સ્ક્વોડનું લોજિક તેને ક્રિમિનલાઇઝ કરશે. આમાં કોઈની લાગણી કે ભાવનાને ઠેસ પહોંચાડવાનો મારો ઈરાદો નથી.
યોગી સરકારે ૧૦ દિવસમાં જ યુપીના ૭૫ જિલ્લામાં ૯૯૬ એન્ટિ-રોમિયો સ્ક્વોડ સક્રિય કરી છે. લખનઉ, બરેલી, મેરઠ, વારાણસી અને ગાઝિયાબાદમાં કડક ઝુંબેશ ચલાવાઈ રહી છે, જોકે સપા, કોંગ્રેસ અને બસપાએ એન્ટિ-રોમિયો સ્ક્વોડની ટીકા કરી છે. પોલીસ સ્ક્વોડનાં નામે લોકોને હેરાન કરે છે.
દિલ્હી ભાજપના પ્રવક્તા તેજિન્દર પાલ બગ્ગાએ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં ભૂષણ સામે હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપ સાથે કેસ દાખલ કરવાની માંગ કરાઇ છે. બીજી બાજુ, હિન્દુ લિગલ સેલ નામની સ્વૈચ્છિક સંસ્થાએ પણ પ્રશાંત ભૂષણ સામે ફરિયાદ નોંધાવી છે. સંસ્થાના પ્રેસિડન્ટ સુરેશસિંહે divyabhaskar.com સાથે વાતચીતમાં જણાવ્યું હતુંકે, જો પોલીસ દ્વારા સંતોષજનક રીતે કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોર્ટના દરવાજા પણ ખખડાવવામાં આવશે.”
‘રોમિયો બ્રિગેડ અંગેનું મારું ટ્વીટ ખોટી રીતે રજૂ કરાઇ રહ્યું છે. મારો મત છે કે રોમિયો બ્રિગેડની રચના પાછળ જે તર્ક અપાયો છે તે હિસાબે તો શ્રી કૃષ્ણ પણ છેડતી કરનારા જણાય છે. કોઇની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો મારો ઇરાદો નહોતો. કૃષ્ણ ગોપીઓને છેડતાં, નાનપણથી એ વાતો સાંભળીને મોટા થયા છીએ.’ આ સાથે પ્રશાંત ભૂષણે તેમના ઘરમાં મૂકવામાં આવેલી રાધાકૃષ્ણની તસવીર પણ ટ્વિટ કરી હતી.
ડિક્ષનેરી મુજબ રોમિયો એટલે શું? રોમિયો એટલે કોણ? વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.