લાયકાત ધરાવતા અને અરજી કરવા ઈચ્છુક ઉમેદવારે ૨૦ જાન્યુઆરી સુધી ikhedut.gujarat@gmail.com વેબસાઈટ ઉપર અરજી કરવાની રહેશે
(જી.એન.એસ),તા.૧૬
ગાંધીનગર,
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ એગ્રીસ્ટેક-ડિજિટલ ક્રોપ સર્વે પ્રોજેકટ અમલીકરણ માટે ગાંધાનગર ખાતે હંગામી ધોરણે પ્રોજેકટ મેનેજમેન્ટ યુનિટ અને હેલ્પ ડેસ્ક યુનિટની સ્થાપના કરવાની છે. પ્રોજેકટ મેનેજમેન્ટ યુનિટ અને હેલ્પ ડેસ્ક માટે વિષય નિષ્ણાંતની ૪ જગ્યા માટે કરાર આધારિત ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. લાયકાત ધરાવતા અરજી કરવા ઈચ્છુક ઉમેદવારે www.dag.gujarat.gov.in વેબસાઈટ ઉપરથી અરજીનો નમુનો ડાઉનલોડ કરી જરૂરી વિગતો ભરી PDF ફોર્મેટમાં ikhedut.gujarat@gmail.com ઉપર તા. ૨૦/૦૧/૨૦૨૪ સુધીમાં મોકલી આપવાની રહેશે તેમ નાયબ ખેતી નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર, આ ૪ જગ્યાઓ કરાર આધારીત હશે જેનો માસિક પગાર રૂ. ૪૫,૦૦૦ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અરજી સાથે ઉમેદવારે ડોક્યુમેટ્સ કે આધારો રજુ કરવાના રહેશે નહી. આ ૪ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ અરજી સંબધિત માહિતી જેમ કે, શૈક્ષણિક લાયકાતની, અરજી પત્રકનો નમુનો જેવી તમામ વિગતો www.dag gujarat.gov.in વેબસાઈટ ઉપર મુકવામાં આવી છે તેમ વધુમાં જણાવાયું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.