Home મધ્ય ગુજરાત અમદાવાદ કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર ફરાર થવા મામલે; એક પીએસઆઈ અને બે કોન્સ્ટેબલ...

કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર ફરાર થવા મામલે; એક પીએસઆઈ અને બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ

17
0

(જી.એન.એસ) તા. 21

અમદાવાદ,

વર્ષ 2022 માં અમદાવાદમાં ભાજપના એક કાર્યકર્તાની હત્યાના કેસમાં કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. ગુરુવારે આરોપી મોન્ટુ પોલીસના કેદી જાપ્તામાંથી ફરાર થયો હતો આ મામલે હવે જવાબદાર પોલીસ કર્મીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી મુજબ, આ કેસમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા એક પોલીસ સબઇન્સપેક્ટર અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વર્ષ 2022 માં ખાડિયા વિસ્તારમાં ભાજપના એક કાર્યકર્તા રાકેશ ઉર્ફે બોબી મહેતાની ખાડિયા ખાતે હત્યા કેસમાં કુખ્યાત અને મુખ્ય આરોપી મોન્ટુ નામદાર કેદી જાપ્તામાંથી ફરાર થયો હતો. આ કેસમાં જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી મુજબ, આરોપી ફરાર થવા મામલે એક પીએસઆઈ બી.ડી.પરમાર અને બે કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણ અને યશરાજ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે, આ બનાવમાં એક પીએસઆઇ અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર નડિયાદની બિલોદર જેલમાં સજા કાપી રહ્યો હતો. દરમિયાન, મોન્ટુ નામદારને નડિયાદ જેલમાંથી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને જ્યારે પરત લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે અસલાલી સર્કલ પાસે કુદરતી હાજતે જવાના બહાને પોલીસને માત આપીને આરોપી ફરાર થઈ ગયો હતો. આ પહેલા 14 દિવસનાં વચગાળાના જામીન પર મોન્ટુ નામદાર પેરોલ પર બહાર આવ્યો હતો અને પેરોલ પૂર્ણ થયા બાદ હાજર ન થતાં પેરોલઝમ કરીને આરોપી નાસ્તો ફરતો હતો. મોન્ટુ નામદાર આબુ, દિલ્હી, મેરઠ, દેહરાદુન અને રાજસ્થાન સહિત અલગ-અલગ રાજ્યની અંદર ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કતારગામ સિંગણપુર તરણકુંડમાં દારૂની મહેફિલ માણતા હતા ત્યારે જાગૃત નાગરિક ત્યાં પહોંચતા નાસભાગ
Next articleપ્રધાનમંત્રીશ્રી મોદીએ શ્રીનગરના ડલ લેક ખાતે યોગ પ્રેમીઓ સાથે સેલ્ફી લીધી