(જી.એન.એસ) તા. 16
અમદાવાદ,
અમદાવાદના ગોમતીપુરમાં ચારતોડા કબ્રસ્તાન નજીક ગત 10 મી એ સ્થાનિક રહેવાસીઓ અને કોર્પોરેટર સાથે ઝઘડો અને હુમલો કરી પુનઃ એક વખત વિવાદમાં આવેલ કુખ્યાત અને માથાભારે અલ્તાફ બાસી ને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નર શરદ સિંઘલે પત્રકારોને સંબોધતા જણાવ્યું કે ચારતોડા કબ્રસ્તાન નજીકની કિંમતી જમીન ખાલી કરવા માટે અલ્તાફ બાસી એ મોટી રકમની સોપારી લીધી હતી, આ જગ્યા પર ઘરો બાંધીને રહેતા લોકોના ઘરમાં ઘુસી મારકૂટ અને તોડફોડ કરી હતી, આ સમગ્ર મામલે ગોમોતીપુર પોલીસ મથકે અલ્તાફ તથા તેના સાગરીતો વિરુદ્ધ ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા હતા.
અલ્તાફ બાસીએ ચારતોડા કબ્રસ્તાન નજીકના લોકો અને ગોમતીપુર કોર્પોરેટર સાથે કરેલ માથાકૂટના વ્યાપક પડઘા પડ્યા હતા, ધારાસભ્યો સહિત કોંગ્રેસના સિનિયર નેતાઓએ આ મામલે ઝંપલાવતા અમદાવાદ પોલીસ ગંભીર બની હતી, વિવાદ વધુ વકરે અને પોલીસ પર માછલાં ધોવાય તે પૂર્વજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અલ્તાફને દબોચી લીધો હતો.
પોલીસ અધિકારી શરદ સિંઘલે જણાવ્યું હતું કે, પોલીસ કમિશ્નર ના આદેશથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ની ટિમો અલ્તાફ બાસીનું પગેરું મેળવવા પ્રયત્નશીલ બની હતી, દરમ્યાન માહિતી મળી કે તે મુંબઈ ભાગવાની ફિરાક માં છે, ક્રાઇમ બ્રાન્ચે તેને સુરત નજીક ટ્રેસ કર્યો અને ઝડપી પાડ્યો અલ્તાફ બાસી આમ તો સામાન્ય ટપોરી હતો, પરંતુ સમય જતાં તેને ચોક્કસ પોલીસ અધિકારીઓ, અને રાજકીય નેતાઓનું પડદા પાછળ સમર્થન મળતું ગયું અને ત્યાર બાદ તે બાપુનગર, રખિયાલ ગોમતીપુર તથા આસપાસના વિસ્તારોમાં ધાકધમકી, દાદાગીરી અને ભયનું સામ્રાજ્ય સર્જતો રહ્યો, તેની વિરુદ્ધ 17 ગુનાઓ અત્યાર સુધી દાખલ થઈ ચૂક્યા છે, હત્યાના ગુનામાં હાલ તે જામીન પર મુક્ત છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.