(જી.એન.એસ),તા.03
મુંબઈ
શાહરૂખ ખાનનો મોટો દીકરો આર્યન ખાને 2025નું વેલકમ ખાસ રીતે કર્યું છે. તાજેતરમાં તે અને તેની રુમર્ડ ગર્લફ્રેન્ડ અને બ્રાઝિલિયન મોડલ લારિસા બોન્સી ન્યૂ યર પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. બંનેએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આર્યન ખાન બ્લેક પેન્ટ અને સફેદ ટી-શર્ટ અને નેવી બ્લુ જેકેટ પહેર્યું હતુ. આ સાથે તેમણે સિલ્વર સ્નીકર્સ પહેર્યા હતા.લારિસાએ શિમરી પિંક મિની ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસ તે ખુબ જ ગ્લેમર્સ લાગી રહી હતી. તેમણે સફેદ જેકેટ,સિલ્વર હિલ્સ અને સુંદર નેકલેસ સાથે પોતાનો લુક કમ્પલીટ કર્યો હતો. વર્કફ્રન્ટની વાત કરીએ તો આર્યને શાહરુખ કાનના પ્રોડક્શન હાઉસ હેઠળ એક એનટાઈટલ્ડ સીરિઝનું નિર્દેશન કર્યું હતુ. જે 2025માં રિલીઝ થશે. શાહરુખ ખાનની વાત કરીએ તો તેની છેલ્લી ફિલ્મ ડંકી હતી. જે બોક્સ ઓફિસ પર હિટ ગઈ હતી. કિંગ ખાનની આગામી ફિલ્મની વાત કરીએ તો તે દીકરી સુહાના ખાન અને અભિષેક બચ્ચન સાથે જોવા મળશે. મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ સુજોય ધોષ નિર્દેશિત કરવાના હતા પરંતુ હવે આ ફિલ્મની કમાન સિદ્ધાર્થ આનંદના હોથમાં છે. આ વખતે આ સ્ટાર કિડ તેની રુમર્ડ ગર્લફ્રેન્ડ લારિસા બોનેસીના કારણે ચર્ચામાં છે. તાજેતરમાં આર્યન નવા વર્ષની ઈવેન્ટમાં જઈ રહ્યો હતો ત્યારે પાપારાઝી દ્વારા તેના ફોટો ક્લિક કરવામાં આવ્યા હતા. લારિસા એક મોડેલ હોવાની સાથે સાથે એક ડાન્સર પણ છે. તેણે અક્ષય કુમાર અને જોન અબ્રાહમ સાથે કામ કર્યું છે. લારિસાએ પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત દેસી બોયઝના ગીત ‘સુબહ હોને ના દે’થી કરી હતી. તેણે કેટલાક મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. તે ગુરુ રંધાવા સાથે સૂરમા-સૂરમા મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે, આ સિવાય તેણે સ્ટેબિન બેન અને વિશાલ મિશ્રા સાથે કામ કર્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.