Home દુનિયા - WORLD કાશ્મીરમાં G20 સમિટ માટે ચીન, તુર્કી અને સાઉદી અરબે રજીસ્ટ્રેશન ન કરાવ્યું

કાશ્મીરમાં G20 સમિટ માટે ચીન, તુર્કી અને સાઉદી અરબે રજીસ્ટ્રેશન ન કરાવ્યું

68
0

શ્રીનગરમાં G20 ટુરીઝમ વર્કિંગ ગ્રુપની બેઠક સોમવારથી શરૂ થવા જઈ રહી છે. જોકે શુક્રવાર સુધી ત્રણ દેશોએ આ સમિટ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું ન હતું. આ ત્રણ દેશોમાં ચીન, તુર્કી અને સાઉદી અરબનો સમાવેશ થાય છે. આ અંગે ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચીન વિવાદિત ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની જી-20 બેઠક આયોજિત કરવાના નિર્ણયનો વિરોધ કરે છે. તેથી આ બેઠકમાં તેઓ જોડાશે નહીં. કેન્દ્રીય પર્યટન સચિવ અરવિંદસિંહ જણાવ્યું હતું કે નોંધણીની પ્રક્રિયા 22 મે ની સવાર સુધી ચાલશે.

અધિકારીઓએ એ વાતની પુષ્ટિ કરી હતી કે અન્ય દેશના પ્રતિનિધિઓએ ત્રણ દિવસીય બેઠકના આયોજન માટે રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. ભારત સિવાય G20 માં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, જર્મની, ફ્રાન્સ, ઇન્ડોનેશિયા, ઇટલી, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ અને સંયુક્ત રાજ્ય અમેરિકા અને યુરોપિય સંઘ સામેલ છે.

મહત્વનું છે કે ઓગસ્ટ 2019 માં રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદાખમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. અને કલમ 370 હેઠળ વિશેષ રાજ્યની સ્થિતિને રદ કરવામાં આવી હતી. ત્યાર પછી શ્રીનગર G20 બેઠક જમ્મુ અને કાશ્મીરમાં થનારી પહેલી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ હશે. આ બેઠક ઉપરાંત ફિલ્મ ટુરીઝમ ને પ્રોત્સાહન આપવા માટે એક મોટો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવશે. શ્રીનગરમાં G20 બેઠક પહેલા અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા વ્યવસ્થાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે જેની દેખરેખ ગૃહ મંત્રાલય કરી રહ્યું છે. આ સાથે જ અહીં આવનાર પ્રતિનિધિઓના સ્વાગત માટે શહેરને શણગારવામાં આવ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સહિત 500 અમેરિકીઓ પર મુક્યો પ્રતિબંધ
Next articleકાશ્મીરમાં G-20 સંમેલન વિરુદ્ધ તૈયાર કરવામાં આવ્યો દુષ્પ્રચાર