Home દેશ - NATIONAL કાશ્મીરમાં આ વર્ષે ૧૧૭ યુવક આતંકી સંગઠનમાં જોડાયા

કાશ્મીરમાં આ વર્ષે ૧૧૭ યુવક આતંકી સંગઠનમાં જોડાયા

357
0

(S.yuLk.yuMk)શ્રીનગર,íkk.27
ઓપરેશન ઓલ આઉટમાં ૨૦૫ આતંકીઓ ઠાર થયા છે. તેમ છતાં આતંકી ફંડીંગ સામે કાર્યવાહી કરતી રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઈએ) સ્થાનિક યુવકોની આતંકી સંગઠનમાં સતત ‍વધી રહેલી ભરતીને અટકાવી શકી નથી. ત્યાેરે આ વર્ષે કાશ્મીરમાં જ ૧૧૭ યુવકો વિવિધ આતંકી સંગઠનમાં સામેલ થઈ ગયા છે. જે અગાઉના વર્ષોની સરખામણીએ સૌથી વધુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૨૦૧૬માં જ્યારે કાશ્મીરમાં કાનુન વ્યવસ્થા સામે સંકટની સ્થિતિ ઉભી થઈ હતી.ત્યારે દરેક ગલીઓ અને મહોલ્લામાં રાષ્ટ્ર વિરોધી દેખાવો ખુલેઆમ થયા હતા. અને તે સમયે પણ ૮૮ સ્થાનિક યુવકો આતંકી બન્યા હતા. ત્યારબાદ ૨૦૧૭માં પહેલી જાન્યુઆરીથી નવેમ્બરના અંત સુધીમાં ૧૧૭ સ્થાનિક યુવક આતંકી બની ગયા હતા. જેમાં સાત યુવક ડિસેમ્બરમાં જ આતંકી સંગઠનમાં સામેલ થઈ ગયા છે. આ અંગે મળેલા આંકડા અનુસાર અનંતનાગમાંથી ૧૨, પુલવામામાથી ૪૫, શોપિયામાંથી ૨૪ અને કુલગામથી ૧૦ યુવક આતંકવાદી સંગઠનમાં સામેલ થઈ ગયા છે. આ ઉપરાંત ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાંથી ચાર, બારામુલા અને સોપોરમાંથી છ યુવક આતંકી બની ગયા છે. જયારે બexદાપોરના સાત યુવકોએ પણ આતંકવાદની રાહ પકડી છે. દરમિયાન શ્રીનગર જિલ્લામાંથી પાંચ યુવકો તેમના ઘેરથી ફરાર થઈને આતંકી સંગઠનમાં સામેલ થઈ ગયા છે. આ સિવાય બડગામ જિલ્લામાં પણ ચાર યુવકો આતંકી બની ગયા છે. આ રીતે ૨૦૧૭નુ વર્ષ આતંકી સંગઠનો માટે સૌથી વધુ ઉપજાઉ રહયુ. આ અગાઉ ૨૦૧૦માં ૫૪ અને ૨૦૧૧માં ૨૩, ૨૦૧૨માં૨૧ અને ૨૦૧૩માં ૧૬ યુવક, ૨૦૧૪માં ૫૩ અને ૨૦૧૫માં ૬૬ યુવક આતંકી સંગઠનમાં સામેલ થયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમેરિકાનો પાક. પર ડ્રોન હુમલો, બે આતંકી ઠાર
Next articleપાકે. બદલ્યું નિવેદન: સર્જિકલ સ્ટ્રાઈક નહીં, સીમા પારથી ભારતનું ફાયરિંગ