Home દુનિયા - WORLD કાશ્મીરની ટિપ્પણી બદલ સખત ઠપકો આપતા ભારતે કહ્યું; ‘પાકિસ્તાન એક નિષ્ફળ દેશ...

કાશ્મીરની ટિપ્પણી બદલ સખત ઠપકો આપતા ભારતે કહ્યું; ‘પાકિસ્તાન એક નિષ્ફળ દેશ છે. તે આંતરરાષ્ટ્રીય દાન પર જીવે છે’

8
0

(જી.એન.એસ) તા. 27

જિનિવા,

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 58માં સત્રની સાતમી બેઠકમાં ભારતે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. ભારતે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મદદ પર નિર્ભર એક નિષ્ફળ રાજ્ય ગણાવ્યું હતું. ભારતીય રાજદ્વારીએ કહ્યું કે, ‘છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરમાં અભૂતપૂર્વ રાજકીય, સામાજિક અને આર્થિક પ્રગતિ જ ત્યાંની સ્થિતિ વિશે ઘણું બોલે છે. પાકિસ્તાનના નેતાઓ તેમના સૈન્ય-આતંકવાદી સંકુલમાંથી જૂઠાણું ફેલાવવાનું ચાલુ રાખે તેમાં કોઈ આશ્ચર્ય નથી.’

તેમણે વધુમાં કહ્યું હતું કે, “જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો હંમેશા ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો રહેશે. છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરમાં અભૂતપૂર્વ રાજકીય, સામાજિક અને આર્થિક પ્રગતિ તેની જ વાત કરે છે. આ સફળતાઓ પાકિસ્તાનના આતંકવાદથી પીડિત પ્રદેશમાં સામાન્ય સ્થિતિ લાવવાની સરકારની પ્રતિબદ્ધતામાં લોકોના વિશ્વાસનો પુરાવો છે.” ત્યાગીએ કહ્યું, “તે જોઈને દુઃખ થાય છે કે પાકિસ્તાનના નેતાઓ અને પ્રતિનિધિઓ તેના સૈન્ય આતંકવાદી સંકુલ દ્વારા ફેલાવવામાં આવેલા જુઠ્ઠાણા ફેલાવવાનું ચાલુ રાખે છે.

પાકિસ્તાનના માનવાધિકાર મંત્રી આઝમ નઝીર તરારે સંયુક્ત રાષ્ટ્રમાં દાવો કર્યો હતો કે, ‘કાશ્મીરમાં માનવાધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, જેને રોકવું જોઈએ. તેમજ કાશ્મીરમાં લોકોના આત્મનિર્ણયના અધિકારનું હનન કરવામાં આવી રહ્યું છે.’ 

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ પાકિસ્તાનના દાવાઓનો જડબાતોડ જવાબ આપતા ભારતીય રાજદ્વારીએ કહ્યું કે, ‘જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હંમેશા ભારતના અભિન્ન અંગ રહેશે.’ તેમણે આ ક્ષેત્રોમાં થઈ રહેલી પ્રગતિ તરફ પણ ધ્યાન દોરતા કહ્યું, ‘જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો હંમેશા ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો રહેશે. છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરમાં અભૂતપૂર્વ રાજકીય, સામાજિક અને આર્થિક પ્રગતિ કરી છે. આ સફળતાઓ દાયકાઓથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદથી ત્રસ્ત એવા પ્રદેશમાં સામાન્ય સ્થિતિ લાવવાની સરકારની પ્રતિબદ્ધતામાં લોકોના વિશ્વાસનો પુરાવો છે.’

સાથેજ તેમના દ્વારા વધુમાં જણાવાયું હતું કે, ‘પાકિસ્તાને ભારત પ્રત્યેના તેના અસ્વસ્થ જનૂનને છોડી દેવું જોઈએ અને તેના નાગરિકોને અસર કરતી સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ. ભારત પોતાના લોકો માટે લોકશાહી, પ્રગતિ અને ગૌરવ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ વસ્તુ પાકિસ્તાને શીખવી જોઈએ.’

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field