Home ગુજરાત કાશ્મીરના બે `ઝીરો’ સઈદ અને લખવી વચ્ચે મતભેદ

કાશ્મીરના બે `ઝીરો’ સઈદ અને લખવી વચ્ચે મતભેદ

444
0

(જી.એન.એસ), તા.૩
ભારતીય સેનાની ગુપ્તચj એજન્સીએ પૂરી પાડેલી માહિતી પ્રમાણે આતંકવાદી સંગઠન લશ્કરે તોઈબામાં મતભેદ સર્જાયા છે. લશ્કરે તોઈબાના સ્થાપક હાફિઝ સઈદ અને તેના કાશ્મીર ઓપરેશનના વડા જકી ઉર રહેમાન લખવી વચ્ચે તંગદિલી સર્જાઈ છે.
અહેવાલ પ્રમાણે લશ્કરે તોઈબાના ટોચના નેતાઓ સંગઠનનો નામનો ઉપયોગ મુદ્દે મતભેદ સર્જાયા છે. લખવી કાશ્મીરમાં આતંકી હુમલા કરી કેટલાક ભાગલાવાદી નેતાઓની હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યો છે. આની સાથે હાફિઝ સઈદે ભારતમાં કોઈ પણ પ્રકારના આતંકી હુમલામાં લશ્કરે તોઈબાનું નામ ઢસડી ન લાવવાની તેને ચોખ્ખેચોખ્ખી તાકીદ કરી છે. આ સાથે કાશ્મીરમાં થતાં કોઈ પણ હુમલો કાશ્મીર છોડો આંદોલન હેઠળ અન્ય આતંકવાદી સંગઠનના નામ સાથે કરવાની પણ સુચના સઈદે તેને આપી છે.
હાફિઝ સઈદ કાશ્મીરમાં કોઈ પણ આતંકવાદી હુમલામાં તેના આતંકવાદી સંગઠન લશ્કરે તોઈબાનું નામ ન આવે તેવી તકેદારી રાખી રહ્યો છે.
પાકિસ્તાન સરકારે હાફિઝ સઈદને ભીંસમાં લેતાં જ બંને જણાં વચ્ચેના મતભેદ સપાટી પર આવ્યા છે. આંતરાષ્ટ્રીય દબાણ સામે નમતું જોખીને પાકિસ્તાને ભારતમાં આતંકી હુમલામાં સામેલ ન થવાની હાફિઝ સઈદને સુચના આપી છે.
હાફિઝે લશ્કરે તોઈબાના નામ સાથે કાશ્મીરમાં આતંકવાદી હુમલા ન કરવાની પણ લખવીને તાકીદ કરી છે. આ મુદ્દે લખવીમાં અસંતોષ ભડકી ઉઠ્યો છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓને મળેલી માહિતી પ્રમાણે લખવી ભારતમાં મોટો આતંકવાદી હુમલો કરવાની પેરવીમાં છે. તેણે મોટી સંખ્યામાં લશ્કરે તોઈબાના આતંકીઓને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં એકઠા થવાની પણ સુચના આપી છે.
ઈન્ટેલિજન્સ એજન્સીઝને મળેલા રિપોર્ટ્સ પ્રમાણે, ભારતમાં અને તેમાં પણ વિશેષ કરીને કાશ્મીરમાં થનારી કોઈપણ આતંકવાદી પ્રવૃત્તિમાં પોતાનું નામ આવે એમ લશ્કર-એ-તોઈબા નથી ઈચ્છતું. સંગઠન ઈચ્છે છેકે આ પ્રકારની ઘટનાઓને અન્ય કોઈ સંગઠન અન્ય કોઈ નામથી અંજામ આપે. છેલ્લા કેટલાક સમયથી હાફિઝ સઈદ તેના ઘરમાં નજરકેદ છે. બીજી બાજુ, લખવીએ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં નજીકના અને વિશ્વાસુ લોકોને મોકલ્યા છે. હાફિઝ સઈદ અને લખવી વચ્ચે અમબનાવ થયો છે. પરંતુ એવું શા માટે થયું, તેનું કોઈ ચોક્કસ કારણ જાણવા નથી મળતું. ભાગલાવાદીઓની હત્યા કરી આતંકવાદની આગ ભડકાવવા માંગે છે આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ તહરિક-એ-મુજાહિદ્દીન ખુદને પુનઃસંગઠિત કરી રહ્યું છે. કાશ્મીરમાં ભાગલાવાદી નેતાઓની હત્યા કરીને આતંકવાદની આગને ફરી ભડકાવવાની યોજના છે. સમગ્ર કવાયત પાછળ બિલપાપા નામના આતંકવાદીનો હાથ હોવાનું કહેવાય છે. બિલપાપા પર મૌલાના શૌકતની હત્યાનો આરોપ છે. તે હાલમાં જામીન પર બહાર છે.
અંગ્રેજી અખબાર ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ના રિપોર્ટ પ્રમાણે, “આતંકવાદી જૂથોની સંડોવણી અંગે ‘ક્વિટ ઈન્ડિયા’ના નામથી પ્રેસ-નોટ બહાર પાડવામાં આવી છે. ” ઈન્ટેલિજન્સ અધિકારીઓના કહેવા પ્રમાણે, સરહદ પર ઘૂસણખોરી વધી રહી છે. 2015માં ઘૂસણખોરીના 121 પ્રયાસ થયા હતા, જ્યારે વર્ષ 2016માં 371 પ્રયાસ થયા હતા. રિપોર્ટ પ્રમાણે, બુરહાન વાનીના એન્કાઉન્ટર પછી કાશ્મીરના સ્થાનિક યુવકોને ઉશ્કેરીને આતંકવાદના માર્ગે વાળવાના પ્રયાસો વેગવાન બન્યા છે.
વર્ષ 2013માં 16, વર્ષ 2015માં 66 તથા વર્ષ 2016માં 88 કાશ્મીરી યુવકો આતંકવાદના માર્ગે વળ્યા હોવાના અહેવાલ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં ૫ વર્ષમાં ૯૧ ખેડૂતોએ આપઘાત કર્યા, એકેયને વળતર નહિ
Next articleLoC પર પાકિસ્તાનની નાપાક હરકત, ફરીથી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન