Home દેશ - NATIONAL કાવેરી જળ વિવાદના મુદ્દે ખેડૂત સંગઠનોએ બેંગલુરુ બંધનું એલાન, કલમ 144 લાગુ...

કાવેરી જળ વિવાદના મુદ્દે ખેડૂત સંગઠનોએ બેંગલુરુ બંધનું એલાન, કલમ 144 લાગુ કરાઈ

14
0

(GNS),26

કાવેરી જળ વિવાદને લઈને ફરી એકવાર દક્ષિણના બે રાજ્યો વચ્ચે સંઘર્ષ થયો છે. તમિલનાડુ માટે કાવેરી નદીનું પાણી છોડવાને લઈને કર્ણાટકમાં વિરોધ પ્રદર્શનો ઉગ્ર બન્યા છે. આ મુદ્દે આજે બેંગલુરુ બંધનું એલાન આપવામાં આવ્યું છે. બેંગલુરુમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. શહેરની તમામ શાળા-કોલેજો પણ બંધ રાખવામાં આવી છે. ખેડૂત નેતા કુરુબુરુ શાંતાકુમારના નેતૃત્વમાં ખેડૂત સંગઠનોના મુખ્ય સંગઠન ‘કર્ણાટક વોટર કન્ઝર્વેશન કમિટી’ અને અન્ય સંગઠનો દ્વારા બંધની જાહેરાત કરવામાં આવી છે. શુક્રવારે સમગ્ર કર્ણાટકમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટીએ તમિલનાડુને 15 દિવસ માટે 5 હજાર ક્યુસેક પાણી છોડવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ ખેડૂત સંગઠનો અને કન્નડ સમર્થિત સંગઠનો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું કે, તેમની સરકાર દેખાવકારોને રોકશે નહીં, પરંતુ શાંતિ અને વ્યવસ્થા જાળવવી જોઈએ.

સીએમ સિદ્ધારમૈયાએ એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દા પર સુનાવણી દરમિયાન તેની નક્કર દલીલો રજૂ કરશે અને સરકાર રાજ્યના હિતોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. કાવેરી મુદ્દે ભાજપ અને જનતા દળ-સેક્યુલર પર રાજનીતિ કરવાનો આરોપ લાગ્યો છે. તામિલનાડુમાં ખેડૂત સંઘે રાજ્ય સરકારને વિનંતી કરી છે કે તેઓ આજે થઈ રહેલા વિરોધ પ્રદર્શનને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરે. ખેડૂત નેતા કુરુબુરુ શાંતાકુમારે કહ્યું કે અમને બંધને લઈને ઘણી સંસ્થાઓ તરફથી સમર્થન મળ્યું છે અને અમે તેના પર આગળ વધીશું. આજે અમે બેંગલુરુના ફ્રીડમ પાર્કમાં વિરોધ કરીશું અને અમારી માંગણીઓ સાથે ત્યાં ધરણા કરીશું. મુખ્યમંત્રીએ અમારું મેમોરેન્ડમ લેવું પડશે. જો સરકાર તરફથી અમારા વિરોધનો કોઈ યોગ્ય પ્રતિસાદ નહીં મળે તો અમે આગળની કાર્યવાહી અંગે વિચારણા કરીને નિર્ણય લઈશું. જળ વિવાદ વચ્ચે, ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને અપીલ કરી છે કે તેઓ કાવેરી બેસિનના તમામ જળાશયોનો અભ્યાસ કરવા માટે એક બાહ્ય એજન્સીની નિમણૂક કરવા માટે જલ શક્તિ મંત્રાલયને આદેશ આપે. દેવેગૌડાએ આવી પરિસ્થિતિઓમાં તમામ સંબંધિત રાજ્યોને લાગુ કરવા માટે યોગ્ય ફોર્મ્યુલા બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહારાષ્ટ્ર અને ગુજરાત સહીત 8 રાજ્યમાં ભારેથી હળવા વરસાદની સંભાવના : હવામાન વિભાગ
Next article26/11 હુમલાના ગુનેગાર તહવ્વુર રાણા સામે 400 પાનાની ચાર્જશીટ