ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો મહાસંગ્રામ શરૂ થઈ ચૂકયો છે. દરેક રાજકીય પક્ષોના ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર ભરી પ્રચારનો શ્રી ગણેશ કર્યો છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં ભાઈ સામે ભાઈ, પિતા સામે પુત્ર, નણંદ સામે ભાભીની ટક્કર થઈ રહી છે. ત્યારે હવે પતિને હરાવવા માટે પત્ની અને પુત્રવધુ પણ મેદાને પડ્યા છે. તાજેતરમાં ભાજપને અલવિદા કરીને કોંગ્રેસમાં જોડાયેલા માજી સાંસદ રહી ચુકેલા પ્રભાતસિંહ ચૌહાણને આ વખતે કોંગ્રેસમાંથી ટિકિટ આપવાના એંધાણ ચાલી રહ્યા છે. પરંતુ ઉતાવડા પ્રભાતસિંહે તો કોંગ્રેસમાંથી મેન્ડેટ મળ્યા વિના જ ફોર્મ ભરી આવ્યા છે. ત્યારે પ્રભાતસિંહ ચૌહાણના પત્ની અને પુત્રવધુ ભાજપના ઉમેદવારને જીતાડવા માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. સોમવારે વિધાનસભાની ચૂંટણી માટે કાલોલ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણે ઉમેદવારી પત્ર ભર્યું હતું.
કોંગ્રેસમાંથી મેન્ડેટ આપ્યા વગર પ્રભાતસિંહ ચૌહાણે ફોર્મ ભર્યું. ત્યારે બંને પાર્ટીમાંથી ફોર્મ ભરવા માટે આવેલા ઉમેદવારો સામસામે આવી જતા બંનેએ એકબીજાને હાથ મળાવી જીતની શુભેચ્છાઓ પણ આપી હતી. મજાની વાત તો એ છે કે પ્રભાતસિંહ ચૌહાણના પત્ની અને પુત્રવધુએ ભાજપના ઉમેદવારનો પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે આ વખતે કાલોલનું રાજકારણ જોરદાર ગરમાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રભાતસિંહ ચૌહાણ પૂર્વ પંચમહાલ જિલ્લાના પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે. તેમના પુત્રવધુ સુમન ચૌહાણ ગત ટર્મ ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે. જ્યારે પત્ની રંગેશ્વરી ભાજપ સાથે જ છે.
આથી બંને સાસુ અને પુત્રવધુએ આ વખતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણને જંગી બહુમતીથી જીતાડવા માટે ર્દઢ નિર્ધાર કર્યો હતો. કાલોલ ખાતે ઉમેદવારી પત્ર ભરવા માટે આવેલા પ્રભાતસિંહ ચૌહાણ અને ફતેસિંહ ચૌહાણે ઉમેદવારી પત્ર ભર્યા બાદ બંને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. હવે જોવાનું રહ્યું કે, કાલોલની ધરતી ઉપર કોણ બાજી મારશે. ઉલ્લેખનીય છે કે, ભાજપ કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ બારીયા પણ આ વખતે મેદાનમાં છે. ત્યારે ગેમ ઓફ ગુજરાતના ત્રિપાંખિયા જંગમાં મતદારો કોના ઉપર કળશ ઢોળે છે તે તો આવનાર સમય જ બતાવશે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.