Home દેશ - NATIONAL કાર્યકરને પેટ્રોલ છાંટી જીવતો સળગાવી હત્યાનો પ્રયાસની ઘટનાથી બંગાળમાં રાજકારણ ગરમાયું

કાર્યકરને પેટ્રોલ છાંટી જીવતો સળગાવી હત્યાનો પ્રયાસની ઘટનાથી બંગાળમાં રાજકારણ ગરમાયું

16
0

(GNS),18

પશ્ચિમ બંગાળમાં રાજકીય લડાઈએ હવે તમામ હદ વટાવી દીધી છે. રાજકીય ઝગડાને લઈ ટીએમસીના કાર્યકરને પહેલા ઝાડ સાથે બાંધી તેના પર પેટ્રોલ છાટવામાં આવ્યું અને તેને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ હવે બીજેપી (BJP) કાર્યકર્તાના ઘરને આગ લગાવવામાં આવી છે. આ આગમાં ઘર અને દુકાન બળીને ખાખ થયા છે. આગની ઘટનામાં ઘરમાં હાજર લોકોનો જીવ બચી ગયા છે. સોમવારે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર પર આગ લગાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે એટલે કે મંગળવારે બીજેપી નેતાના ઘરને આગ લગાવવામાં આવી હતી. આ ઘટનાને લઈને ફરી એકવાર રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. BJP નો આરોપ છે કે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ રાત્રે આ ઘટનાને અંજામ આપ્યો છે. તૃણમૂલ દાવો કરે છે કે, ભાજપ ડ્રામા કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ખેજુરી-1 બ્લોકની ટીકાશી ગ્રામ પંચાયતમાં એક ઘટના બની હતી. છતનાબારી ગામમાં સોમવારે તૃણમૂલ કાર્યકરને ઝાડ સાથે બાંધીને તેના પર પેટ્રોલ છાંટીને મારવાનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો હતો.

તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સોમવારે ઉત્તમ બારિક અને અન્ય તૃણમૂલ નેતાઓ ચતનબારી ગામમાં આવ્યા હતા. ભાજપનો આરોપ છે કે નેતાઓએ ત્યાં જઈને ઉગ્ર ચર્ચા કરી હતી. આ દરમિયાન મોડી રાત્રે ભાજપના ડિવિઝનલ જનરલ સેક્રેટરી ગોપાલ પાલના ઘર અને દુકાનમાં આગ લગાવવામાં આવી હતી. આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. તૃણમૂલનો દાવો છે કે સોમવારે બનેલી આટલી મોટી ઘટના પરથી ધ્યાન હટાવવા માટે ભાજપે આ ઘટનાને અંજામ આપ્યો છે. શાસક પક્ષે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભૂસાના ગોડાઉનમાં રાખેલા માલસામાનને હટાવીને આગ લગાવી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી બાદ પણ હિંસા ચાલુ છે. ચૂંટણી હિંસામાં અત્યાર સુધીમાં 50થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field