Home ગુજરાત કચ્છ કારપેન્ટરે પોતાના જ હાથથી ગળે કટર ફેરવી આત્મહત્યા કરી : ચા લઈને...

કારપેન્ટરે પોતાના જ હાથથી ગળે કટર ફેરવી આત્મહત્યા કરી : ચા લઈને પરત આવેલા કર્મચારીએ લોહી જોઈ બૂમાબૂમ કરી

16
0

(જી.એન.એસ) તા૧૩

ભુજ,

બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી ભુજ શહેરના મહાવીર નગર વિસ્તારમાં એક કારપેન્ટરે પોતાની દુકાનમાં ઇલેક્ટ્રિક કટરથી પોતાનું ગળું કાપી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. સવારે દુકાન ખોલ્યા બાદ પોતાના કર્મચારીને ચા લેવા મોકલીને પાછળથી કારપેન્ટરે આત્મહત્યા કરી હતી. કારપેન્ટરની આત્મહત્યામાં ગૃહક્લેશ કારણભૂત હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જોકે, સાચું કારણ પોલીસ તપાસ બાદ સામે આવશે. ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ભુજના વાલદાસ નગરના રહેવાસી 38 વર્ષીય ચેતન જોટાણિયા ચામુંડા વુડન નામની ફર્નિચરની દુકાન ધરાવતા હતા. આજે સવારે 10 વાગ્યાના સુમારે તેઓ તેમના કર્મચારી સાથે દુકાને આવ્યા હતા. દુકાન ખોલ્યા બાદ તેમણે કર્મચારીને નજીકની હોટેલમાંથી ચા લાવવા મોકલ્યો હતો.ચા લેવા ગયેલો જ્યારે કર્મચારી પરત ફર્યો ત્યારે દુકાનનું શટર અર્ધ બંધ હાલતમાં હતું અને અંદરથી લોહી નીકળતું જોવા મળ્યું હતું. જે જોતા કર્મચારીએ બૂમાબૂમ કરીને શટર ઊંચું કર્યું તો ચેતનભાઈ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા અને તેમની નજીક ઇલેક્ટ્રિક કટર પડેલું હતું. કર્મચારીએ ચેતનભાઈને આવી હાલતમાં જોઇને તુરંત આજુબાજુના દુકાન ધારકોને જાણ કરી હતી.આજુબાજુના લોકોએ દોડી આવી તુરંત પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડીને ઘટના અંગે આગળની તપાસ હાથ ધરી છે. અંગે શહેર ડિવિઝન પોલીસ મથકના PI દિનેશ રાઠવાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં માનસિક તણાવ અને ગૃહક્લેશ આપઘાત માટે જવાબદાર જણાઇ રહ્યું છે. જોકે, સાચું કારણ તપાસ બાદ સામે આવશે. ભુજના હતભાગી ચેતન મિસ્ત્રીના અપમૃત્યુ અંગે તેમના નિવસ્થાન વલદાસ નગર ખાતે મુલાકાત લેતા પાડોશી અતુલ ગોરે કહ્યું કે, માનવામાં આવતું નથી કે ચેતન હયાત નથી. સોસાયટીના દરેક ધાર્મિક પ્રસંગે તે સેવા આપતો હતો. ગણેશ મહોત્સવ દરમિયાન દર વર્ષે સ્ટેજ નિર્માણમાં સેવા આપતો હતો. તે અમારા પરિવારના સભ્ય જેવો હતો, તેના અવસાનથી ખૂબ દુઃખ થાય છે. જ્યારે જીગર પડ્યા નામના પાડોશીએ કહ્યું કે તેના નિધનથી પરિવારમાં તેના માતાપિતા સહિત સૌ કોઈ આઘાતમાં છે. તેનો 9 વર્ષીય પુત્ર જેમીન અને 16 વર્ષીય પુત્રી ખુશીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. સ્વર્ગીય ચેતનનો મિલનસાર અને લાગણીશીલ સ્વભાવ યાદ રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field