(જી.એન.એસ) અમદાવાદ,તા.૨૦
ગુજરાત હાઇકોર્ટમાં આજે રખડતાં ઢોર, ટ્રાફિક સમસ્યા અને ખરાબ રસ્તાઓ મુદ્દે એડવોકેટ જનરલની હાજરીમાં સુનાવણી યોજાઈ છે. આ સુનાવણી અત્યારે ટ્રાફિક સમસ્યા ઉપર કેન્દ્રિત થઈ છે. કોર્ટમાં ટ્રાફિક જોઈન્ટ કમિશનર ઓફ પોલીસે આપેલી માહિતી પ્રમાણે ટ્રાફિક નિયમોના પાલનમાં પોલીસને પ્રજાના સહકારની અપેક્ષા છે. લોકોને ટ્રાફિક નિયમો અંગે જાગરૂક કરવા સેમિનાર, હોર્ડિંગ, બેનર્સ અને રોડ શો જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે. હાઇકોર્ટમાં ટ્રાફિક JCPની એફિડેવિટ ઉપર ચર્ચા કરવામાં આવી છે. લોકોના સહકારની અપેક્ષા ઉપર અરજદારે કહ્યું કે તમારે કાયદાનું પાલન કરાવવાનું છે, તમે શું કામ કર્યું તે કહેવાનું છે. કોર્ટે કહ્યું કે, કાગળો ઉપર બધું છે, રોડ ઉપર કામ નહીં. તમારા કોન્સ્ટેબલ શું કરે છે જુઓ. ગલ્લે પાન ખાતા લોકો અને કોન્સ્ટેબલના રોડ ઉપર થતાં કામમાં કોઈ ફેર નહીં.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.