Home મનોરંજન કહેવાતી ફ્લોપ ફિલ્મોએ જ મારી કારકિર્દી બનાવી છે

કહેવાતી ફ્લોપ ફિલ્મોએ જ મારી કારકિર્દી બનાવી છે

296
0

(જી.એન.એસ), તા.૫
પોતાના વિશિષ્ટ અભિનય માટે પંકાયેલા અભિનેતા મનોજ બાજપેયીએ કહ્યું હતું કે મારી કારકિર્દીને ઘડવામાં મારી કહેવાતી ફ્લોપ ફિલ્મોએ જ માતબર ફાળો આપ્યો છે.
‘સફળતા તમને કદી કંઇ શીખવતી નથી, નિષ્ફળતા જ તમને આગળ વધવામાં સહાય કરે છે. મારી કહેવાતી ફ્લાપ ફિલ્મોએ જ મને આગળ વધવામાં માર્ગદર્શન આપ્યું હતું. મેં ઢગલાબંધ ફ્લોપ ફિલ્મો કરી છે અને સંખ્યાબંધ ઇનકાર સાંભળ્યા છે…તમે મને ફ્લોપ ફિલ્મો દ્વારા ઘડાઇ ગયેલો અભિનેતા ગણી શકો છો… મારી સમગ્ર કારકિર્દી ફ્લોપ ફિલ્મોને આભારી છે’ એમ તેણે કહ્યું હતું.
તેણે ઉમેર્યું કે મારી હિટ કહેવાય એવી ફિલ્મો તો આંગળીના વેઢે ગણાય એટલી માંડ મળે. પરંતુ મારી ફ્લોપ ફિલ્મોની વણઝાર જુઓ તો દંગ થઇ જાઓ. એની યાદી ખાસ્સી લાંબી છે. એણે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે બોક્સ ઑફિસ પર પીટાઇ જાય એવી ફિલ્મોની શેલ્ફ લાઇફ ઘણી લાંબી હોય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસંજય દત્તની ભાભી સાથે રહે છે ‘આ’ વિવાદાસ્પદ વ્યક્તિ
Next articleનેટફ્લીક્સે વીર દાસને સાઇન કર્યો