મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી વધુ એક દાણચોરીનો કિસ્સો
(જી.એન.એસ) તા. 3
મુંબઈ,
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગને દાણચોરી અટકવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 50 કરોડ રૂપિયાથી વધુની કિંમતના હાઈડ્રોપોનિક વીડ, સોનું અને હીરા જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે કસ્ટમ વિભાગે આઠ લોકોની ધરપકડ પણ કરી છે. આ જપ્તી 28 જાન્યુઆરીથી 31 જાન્યુઆરીની વચ્ચે એક ખાસ ઓપરેશન દરમિયાન કરવામાં આવી હતી.
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 50 કરોડ રૂપિયાથી વધુની કિંમતના હાઈડ્રોપોનિક વીડ, સોનું અને હીરા જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે કસ્ટમ વિભાગે આઠ લોકોની ધરપકડ કરી છે. આ જપ્તી 28 જાન્યુઆરીથી 31 જાન્યુઆરીની વચ્ચે એક ખાસ ઓપરેશન દરમિયાન કરવામાં આવી હતી.
કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે મુંબઈ એરપોર્ટ પર હાથ ધરાયેલા આ વિશેષ ઓપરેશન દરમિયાન 50.116 કરોડ રૂપિયાની કિંમતનો 50.11 કિલો હાઇડ્રોપોનિક વીડ, 93.8 લાખ રૂપિયાના હીરા અને 1.5 કરોડ રૂપિયાની કિંમતનું 2.073 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે.
મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દરરોજ દાણચોરીના કિસ્સા પ્રકાશમાં આવે છે. ગયા મહિને જ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડ્યા હતા.
એરપોર્ટ પર કામ કરતા કર્મચારીઓની એક ટોળકીને પકડી, જે સોનાની દાણચોરી અને એરપોર્ટની બહાર પરિવહન કરતી હતી. DRIને બાતમી મળી હતી કે એરપોર્ટ પર કામ કરતા કર્મચારીઓની એક ગેંગ સોનાની દાણચોરીમાં સંડોવાયેલી છે. તેઓ દાણચોરોને મદદ કરી રહ્યા છે.
આ માહિતીના આધારે અધિકારીઓએ દરોડો પાડીને એરપોર્ટના બે કર્મચારીઓને રંગે હાથે ઝડપ્યા હતા. તે પણ જ્યારે તેઓ દાણચોરીનું સોનું એરપોર્ટની બહાર લઈ જતા હતા. ત્યારબાદની કાર્યવાહીમાં બે રીસીવર પણ ઝડપાયા હતા. 5 અંડાકાર આકારની કેપ્સ્યુલ અને મીણના રૂપમાં 2 પેકેટો મળી આવ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.