Home ગુજરાત કસ્ટમમાં નાણાં ફસાયાના બહાને મહિલા સાથે 6.47 લાખની ઠગાઇ થઇ

કસ્ટમમાં નાણાં ફસાયાના બહાને મહિલા સાથે 6.47 લાખની ઠગાઇ થઇ

33
0

શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતી અને મહેંદી આર્ટિસ્ટ તરીકે કામ કરતી મહિલા સાથે સોશીયલ મિડીયા પર દોસ્તી કરી માતા હોસ્પિટલમાં દાખલ છે અને વડોદરામાં ઘર અને ગાડી ખરીદવા રૂા.85 લાખ મોકલેલા છે પણ એરપોર્ટ પર કસ્ટમવાળાએ કસ્ટમ કલીયરન્સ ફી માટે પૈસા અને ગિફટ રોકી રાખેલા છે એમ કહી એલેકસ નામના શખ્સે રૂા.6.47 લાખ વિવિધ ખાતામાં ભરાવી દીધા હતા, પણ વધુ રૂા.12 લાખણી માંગણીથી પોતાની સાથે ઠગાઈ થઇ હોવાનું જાણી મહિલાએ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

સાયબર ક્રાઈમ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, સુભાનપુરા વિસ્તારમાં રહેતી મહિલાનો સોશીયલ મિડિયા પર અજાણ્યા એલેક્ષ નામના શખ્સ જોડે સંપર્ક થયો હતો. મિત્રતા બાદ એલેક્ષ નામના શખ્સે જણાવ્યું હતું કે, હું શિપમા કામ કરું છુ અને યુકેમાં પુત્ર અને માતા મારી સાથે રહે છે અને તેની પત્નીનું અકસ્માતમાં અવસાન થયેલું છે. તેણે વડોદરામાં ગાડી અને ઘર ખરીદવુ છે જેના માટે 85 લાખ દિલ્હી એરપોર્ટ પર મોકલેલા છે

તેમ જણાવી એલેક્ષે મહિલાને મેસેજ કર્યો હતો કે એક બેગ મોકલેલી છે જેમા ગિફ્ટ અને 80 લાખ છે. તેણે કસ્ટમ ક્લિયરન્સ ફી પેટે રૂા. 85,000/- મોકલવાનું કહેતા મહિલાએ કોટક બેંકથી રૂપિયા મોકલ્યા હતા. ત્યારબાદ રૂા.1,80,000/- માંગણી કરતા તે રકમ ભરી હતી. ગઠીયાએ વધારે પૈસાની માંગણી કરી એલેકસ ફોન પર રડવા લાગતા કેનેરા બેંકની ડીટેલ્સ મોકલી હતી જે ખાતામાં બેંકથી ભીમસીંગના એકાઉન્ટમા રૂા.બે લાખ કેશ ભર્યા હતા.

કુલ રૂા.6,47,000 ભર્યા બાદ વધુ 12 લાખની માંગણી એલેકસે કરતાં મહિલાને ઠગાઈ થઇ હોવાનું લાગતાં તેણીએ વધુ રૂપિયા ભર્યા ન હતા અને સાયબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપુણામાં પંજાબના મંત્રીની અમન અરોરાની પદયાત્રા અને જનસભા યોજાઇ
Next articleવડાપ્રધાન મોદી ખોડલધામમાં માથું ટેકવશે, ધ્વજા ચડાવશે