Home ગુજરાત ઉત્તર ગુજરાત કલ્યાણપુરના લીંબડી નજીક અકસ્માતમાં રણજીતપુર ગામનાં દંપતીનું કરૃણ મોત

કલ્યાણપુરના લીંબડી નજીક અકસ્માતમાં રણજીતપુર ગામનાં દંપતીનું કરૃણ મોત

7
0

(જી.એન.એસ),તા.22

જામ ખંભાળિયા,

કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામે રહેતું દંપતી એક પ્રસંગ પતાવી અને પોતાના મોટરસાયકલ પરત ફરી રહ્યા હતા. ત્યારે લીંબડી ગામ નજીક પૂરઝડપે આવી રહેલા એક ટ્રકના ચાલકે તેમને ઠોકર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં આ પતિ-પત્નીના મૃત્યુ નીપજ્યા હતા. આ કરુણ બનાવની પોલીસ દફતરે જાહેર કરવામાં આવેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામે રહેતા જેઠાભાઈ ધાનાભાઈ સુવા નામના ૫૪ વર્ષના પ્રૌઢ તેમના પત્ની હિમીબેન સાથે તેમના સંબંધી અરજણભાઈ વેજાણંદભાઈ કરમુરના ઘેર પ્રસંગમાં ગયા હતા. પ્રસંગ પતાવીને તેઓ પોતાના મોટરસાયકલ પર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે કલ્યાણપુરથી આશરે ૨૪ કિ.મી.દૂર લીંબડી – દ્વારકા હાઈવે પર એક હોટલ નજીક પૂરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઈડમાં સામેથી આવી રહેલા ટ્રકના ચાલકે જેઠાભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. આ જીવલેણ ટક્કરમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત દંપતિને વધુ સારવાર અર્થે ખંભાળિયાની હોસ્પિટલમાં લઈ જતા અહીંની હોસ્પિટલમાં જેઠાભાઈને મૃત જાહેર કર્ય. હતા. ત્યારે તેમના પત્ની હિમીબેનને વધુ સારવાર માટે જામનગર ખસેડતા માર્ગમાં જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યાર બાદ મૃતક દંપતીના ખંભાળિયાની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા. દંપતીના એકસાથે થયેલા આ અકસ્માત મૃત્યુથી મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ છે.આ ઘટના અંગે મૃતકના પુત્ર મહેશભાઈ જેઠાભાઈ સુવા ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ટ્રકના ચાલક સામે આગળની તપાસ પીએસઆઈ કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field